Site icon

સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો     
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  
બુધવાર

આજકાલ સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. કૉલ કરવા, મેઇલ મોકલવા, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો અથવા ડિજિટલ પેમેન્ટ કરવું, આજકાલ આપણે નાનાં-મોટાં તમામ કાર્યો માટે આપણા સ્માર્ટફોન પર નિર્ભર છીએ. ઘણી વખત વધુ પડતા ઉપયોગને કારણે સ્માર્ટફોન ગરમ થવા લાગે છે. સ્માર્ટફોનનું ઓવરહીટિંગ પણ ખતરનાક બની શકે છે, એ તમારા ફોનની બૅટરી પણ વિસ્ફોટ કરી શકે છે.

Join Our WhatsApp Community

ઓવરહીટિંગની સમસ્યા શા માટે થાય છે? 
1. ભારે ગ્રાફિક્સ અને મોટી ઍપ્લિકેશનનો વધુ પડતો ઉપયોગ પણ ફોનને ગરમ કરી શકે છે.
2. આ સમસ્યા ફોનમાં વધુ ઍપ્લિકેશન, ગેમ્સ અથવા અન્ય સૉફ્ટવેર ડાઉનલોડ કરવાને કારણે થાય છે.
3. કેટલાક કિસ્સાઓમાં, ફોનનું સંચાર એકમ અને કૅમેરા પણ ગરમીનું કારણ બને છે.

ઓવરહીટિંગથી કેવી રીતે બચવું?
ફોન ગરમ થવાથી એનો ઉપયોગ કરવો પડકારજનક જ નહીં, સાથોસાથ એની કામગીરી પણ બગડે છે. તો આવો જાણીએ કેવી રીતે આ સમસ્યાથી છુટકારો મેળવવો.

1. સ્માર્ટફોનના ઓવરહિટીંગનું એક મોટું કારણ મોબાઇલ કવર છે. સૂર્યપ્રકાશ અને ગરમ વાતાવરણની અસર મોબાઇલ ઉપર પણ પડે છે. મોબાઇલ કવર પણ આંતરિક ગરમીને બહાર આવવા દેતું નથી અને ફોનને ઠંડો થવામાં અવરોધ બને છે. સમયાંતરે ફોનનું કવર કાઢવું અને ઉપયોગમાં ન હોય ત્યારે પંખાની નીચે સ્માર્ટફોન રાખવો જરૂરી છે.

2. સ્માર્ટફોનને ક્યારેય 100% ચાર્જ ન કરવો જોઈએ. હંમેશાં તમારા ફોનમાં 90 ટકા કે એનાથી ઓછી બૅટરી રાખો. એટલું જ નહીં, ફોનની બૅટરી 20 ટકાથી નીચે ન જવા દો. બૅટરીને વારંવાર ચાર્જ કરવાથી ઓવરહીટિંગ થાય છે અને જો ફોનમાં બૅટરી ઓછી હોય તો એ બૅટરીની લાઇફ માટે હાનિકારક બની શકે છે. તમારા ફોનને દિવસમાં માત્ર 2-3 વખત ચાર્જ કરો.

 મહારાષ્ટ્રના આ શહેરમાં કરવામાં આવ્યું ઐતિહાસિક શસ્ત્રોનું પ્રદર્શન; જાણો વિગત

3. જો તમે કોઈ પણ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા નથી, તો એને બૅકગ્રાઉન્ડમાંથી બંધ કરો. ઍપ્સ બૅકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જેના કારણે ફોન વધારે ગરમ થઈ શકે છે. તમે જે ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરી રહ્યા નથી એને બંધ કરવા માટે ઍપ્લિકેશન આયકન પર ફોર્સ સ્ટૉપ પસંદ કરો.

4. તમારા સ્માર્ટફોનને ડુપ્લિકેટ અથવા સસ્તા ચાર્જરથી ચાર્જ કરવામાં આવે તો પણ સ્માર્ટફોનમાં ઓવરહીટિંગની સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં એનાથી બૅટરી વિસ્ફોટ થવાનું જોખમ પણ વધી શકે છે.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version