Site icon

શું તમે કિન્નરોની જીવનશૈલી વિશે જાણો છો? તેમનું જીવન સામાન્ય મનુષ્ય કરતાં અલગ છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો     
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  
બુધવાર

આપણે સૌએ કિન્નરોને જોયા છે. તમે જાણતા જ હશો કે કેટલાક લોકો જન્મથી કિન્નર હોય છે, જ્યારે અમુક લોકો પોતાની મરજીથી કિન્નર બને છે. તેમનું જીવન આપણાથી ઘણું અલગ છે.

તેમની જીવનશૈલી આપણા કરતાં અલગ છે. કિન્નરો એક અલગ સમાજ ધરાવે છે. આપણા સમાજની જેમ જ તેમના સમાજના કેટલાક રિવાજો છે. આપણો સમાજ તેમને તૃત્તીયપંથી માને છે. 

Join Our WhatsApp Community

જેમ તમે જાણતા જ હશો કે જો કોઈના ઘરે લગ્ન અથવા અન્ય પ્રસંગ હોય તો કિન્નરોને ત્યાં જવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેઓ થોડા પૈસા મેળવે છે અને ઘણા આશીર્વાદ આપે છે, પરંતુ શું તમે ક્યારેય તેમના વિશે જાણ્યું છે કે તેઓ કયા ધર્મનું પાલન કરે છે, તેઓ કયા દેવોની પૂજા કરે છે, તેમની લાક્ષણિકતાઓ અને રિવાજો? શું તમે ક્યારેય કિન્નરની અંતિમયાત્રા જોઈ છે? ના. એથી જ આજે આપણે જાણીશું કે  કિન્નરના મૃત્યુ પછી તેનો કેવી રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અથવા આપણે આજ સુધી તેનો અંતિમ સંસ્કાર કેમ નથી જોઈ શકતા અને એનું રહસ્ય. 

વાહ! આ દશેરાએ કારના વેચાણમાં ત્રણ ટકાનો વધારો : ૨૦૧૯ની સાલ કરતાં પણ વધુ વેચાણ; જાણો વિગત

જ્યારે એક કિન્નર મૃત્યુ પામે છે ત્યારે તેના શબને દરેકથી છુપાવવામાં આવે છે અને રાત્રે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવે છે અને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રાત્રે અંતિમ સંસ્કાર કરવાનું કારણ એ છે કે તેના અંતિમ સંસ્કારને લોકોએ જોવો જોઈએ નહીં અને તેમના સિવાય અન્ય કોઈ આ અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે નહીં, એ નિયમ છે. એથી જ કિન્નરની અંતિમયાત્રા રાત્રે અને ખૂબ જ ગુપ્ત રીતે કાઢવામાં આવે છે. સામાન્ય માણસ માટે કિન્નરની સ્મશાનયાત્રા જોવી અશુભ છે.

બીજો રિવાજ એ છે કે જ્યારે કિન્નરના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે તેને સેન્ડલ અને પગરખાંથી ઢાંકી દેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જીવનમાં તેણે જે કર્યું તેનું આ પ્રાયશ્ચિત્ત છે.

કિન્નરો હિન્દુ ધર્મમાં માને છે, પરંતુ તેઓ તેનું પાલન કરતા નથી. તેઓની બીજી લાક્ષણિકતા એ છે કે તેઓ મૃત્યુ સમયે શોક કરતા નથી. તેઓ સામાન્ય લોકોની જેમ રડતા પણ નથી. આ લોકો કોઈના મૃત્યુથી દુ:ખી થવાને બદલે, તેઓ ઉજવણી કરે છે, પૈસા વહેંચે છે.

તેઓ માને છે કે આ જન્મમાં કિન્નરમાંથી  છુટકારો મેળવે છે અને આગામી જન્મ ભગવાન તેને સારું જીવન આપે છે. કિન્નરો વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. તેમનાં લગ્ન સાથે પણ એવું જ છે. કિન્નરના આરાધ્ય દેવ અરાવન છે અને કિન્નર વર્ષમાં એક વાર ભગવાન અરાવન સાથે લગ્ન કરે છે. પરંતુ સામાન્ય લોકોને ખબર નથી કે આ લગ્ન એક દિવસ માટે જ છે. કિન્નરનાં લગ્ન, લગ્નની રાત્રે જ સમાપ્ત થઈ જાય છે. કારણ કે તેમની વચ્ચે ભગવાન અરાવન લગ્નની રાત્રે મૃત્યુ પામે છે.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version