ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થયું છે.
ભારતીય સમય અનુસાર શુક્રવારે રાત્રે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક સુધી સર્વર ડાઉન થઈ ગયું.
સર્વર ડાઉન થવાને કારણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થોડો સમય માટે બંધ થઈ ગયા હતા જેના કારણે યુઝર્સની અકડામણ વધી ગઈ હતી.
આ દરમિયાન, યુઝર્સ ઈન્સ્ટાગ્રામ દ્વારા મેસેજ મોકલવામાં સક્ષમ હતા પરંતુ તેમનું ફીડ અપડેટ થઈ રહ્યું નહોતું.
જો કે હવે સર્વિસ રાબેતા મુજબ થઈ ગઈ છે અને ઉભી થયેલી ખામી બદલ કંપનીએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, રવિવાર-સોમવાર દરમિયાન (3 થી 4 ઓક્ટોબર વચ્ચે), ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના સર્વર લગભગ છ કલાક માટે બંધ હતા.
આમંત્રણ પત્રિકામાં નામ કેમ નથી? ચીપી એરપોર્ટ નું ઉદ્ઘાટન બાજુએ અને વિવાદ જોરદાર.
