ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે પોતાની કંપનીના નવા નામની જાહેરાત કરી છે.
હવે તે મેટાનામથી ઓળખાશે. ફેસબુકે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
ટ્વીટમાં કહ્યું કે સોશિયલ મીડિયા મેટાવર્સનો સોશિયલ કનેક્શનનો નવો રસ્તો હશે.
કંપનીનું ધ્યાન હવે એક મેટાવર્સ બનાવવા પર છે, જેના દ્વારા વર્ચ્યુઅલ વર્લ્ડ શરૂ કરી શકાય છે જ્યાં ટ્રાન્સફર અને કોમ્યુનિકેશન માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરી શકાય છે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ફેસબુક અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યું છે.
ફેસબુક પેપર્સમાં થયેલા ઘટસ્ફોટને પગલે તે વિશ્વના ઘણા ભાગોમાં કાયદાકીય અને નિયમનકારી તપાસનો સામનો કરી રહી છે.
