ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
વૈશ્વિક સ્તર પર અત્યારે ટેકનોલોજીના મામલે એક ચર્ચા ચાલી રહી છે. ફેસબુકના સર્વેસર્વા એવા માર્ક ઝકરબર્ગની યોજના છે કે આવનાર દિવસોમાં ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સાથે અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન નવું જોડાણ કરવામાં આવે. તેમજ આ બધી વસ્તુઓ જોડીને એક એવું પ્લેટફોર્મ બનાવવામાં આવે જેથી તમામ યુઝર એકબીજા સાથે કનેક્ટ થઇ જાય. ઝુકરબર્ગ પોતાની આ યોજના વિશે આગામી મહિને કોઈ નક્કર યોજના મૂકે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે ફેસબુક અને વોટ્સએપ નું જોડાણ થઈ રહ્યું છે. તેમજ ફેસબુક દ્વારા whatsapp નું બિઝનેસ ફીચર પણ પહેલા કરતા પકડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં માર્ક ઝકરબર્ગ વિચારી રહ્યા છે કે વેપાર વધુ ઝડપી અને તીવ્ર કરવા માટે તેઓ તમામ પ્લેટફોર્મ ને એક કરી નાખે.