Site icon

એરપોર્ટ જાઓ છો-તો પછી નહીં લેતા કાળી સુટકેસ-આ છે કારણ

News Continuous Bureau | Mumbai

સામાન્ય પ્રવાસ દરમિયાન લોકો કાળી સૂટકેસ સાથે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. તેનું કારણ પ્રવાસ દરમિયાન બેગ ગંદી ના થાય અને બીજું એક મોટાભાગના લોકોને કાળા કલરની સૂટકેસ ગમતી હોય છે. પરંતુ તમે જો જર્મનીના પ્રવાસે જઈ રહ્યા છો તો ત્યાંના એક એરપોર્ટે (Airport) કાળી સૂટકેસને લઈને એક સલાહ આપી છે. એરપોર્ટ તરફથી પ્રવાસીઓને કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો તેઓ એરપોર્ટ પર કાળી સૂટકેસ પોતાની સાથે ન લાવે.

Join Our WhatsApp Community

એરપોર્ટે બહાર પાડેલી સૂચના મુજબ કાળી સુટકેસને બદલે રંગબેરંગી સૂટકેસ લઈને પ્રવાસ કરે  અથવા તો ફક્ત હેન્ડ બેગેજમાં પોતાની મુસાફરી કરો. આ સલાહ જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ(Frankfurt Airport)દ્વારા જાહેર કરવામાં આવી છે. તેથી જો તમે પણ જર્મની જઈ રહ્યા છો, તો તમે તમારી બ્લેક સૂટકેસ વિશે વિચારી લેજો.

આ બાબતે ફ્રેન્કફર્ટ એરપોર્ટના પ્રમુખ સ્ટીફન શુલ્તે મીડિયા હાઉસને જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં મુસાફરો પોતાની સાથે કાળી સૂટકેસ લાવે છે. બધી બેગ એક સરખી હોવાને કારણે આવી પરિસ્થિતિમાં એરપોર્ટના લગેજ કર્મચારીને તેમને ઓળખવામાં અને શોધવામાં મુશ્કેલી પડે છે. બેગેજ હેન્ડલર્સ દ્વારા આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે આ સલાહ જાહેર કરવામાં આવી છે. તેમણે મુસાફરોને માત્ર હેન્ડ લગેજ સાથે મુસાફરી કરવાની સલાહ આપી છે.

આ સમાચાર પણ વાંચો :   શિક્ષણથી પાયલટ અને કામ કરે છે ફૂડ ડીલેવરીનું-જાણો વિચિત્ર કિસ્સો

ફ્રેન્કફર્ટ એરપોર્ટના પ્રવક્તા થોમસ કિરનરના કહેવા મુજબ મોટી સંખ્યાને કારણે કાળી બેગ હોવાને કારણે મુસાફરોને પણ તેમને બેગ ઓળખવામાં ઘણો સમય લાગે છે. હાલમાં આવા સૂટકેસની સંખ્યામાં પણ વધારો થયો છે, જે તેમના માલિક સુધી પહોંચી શક્યા નથી અથવા ખોવાઈ ગયા છે. આ આંકડો ઘણો ઊંચો થઈ ગયો છે. હાલમાં ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર લગભગ 2000 સુટકેસ પડી છે, જે તેમના માલિકો સુધી પહોંચાડવાની છે.

જર્મનીના આ એરપોર્ટે એ પણ સલાહ આપી છે કે મુસાફરો મુસાફરી કરતા પહેલા તેમના સામાનમાં તેમના નામ અને સરનામાનું લેબલ લગાવે. જેથી એરપોર્ટ પ્રશાસનને તેમની પાસે લઈ જવામાં મુશ્કેલી ન પડે. બીજી તરફ પોલીસ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે આમ કરવાથી સુરક્ષા વ્યવસ્થા બગડી જશે.

એરપોર્ટ દ્વારા આપવામાં આવેલી આ સલાહ પાછળનું એક કારણ સ્ટાફની અછત હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે સેવાઓની કામગીરી પ્રભાવિત થઈ રહી છે
 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version