Site icon

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી કર્યું મોટું આ એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Union minister Nitin gadkari)એ કાર-બાઈક ચલાવનાર (two-four wheeler) લોકો માટે એક મોટી જાહેરાત કરીને ખુશખુશાલ કર્યા છે. કેન્દ્રિય રોડ પરિવહન અને રાજ પરિવહન મંત્રી (Union Minister of Road Transport and State Transport minister Nitin Gadkari)નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલના વાહન બરાબર થઈ જશે. આ અહેવાલ કાર અને બાઈક ચલાવનાર લોકોને ઠંડક અપાવે તેવા છે. 

Join Our WhatsApp Community

નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણ(Technology and green fuel)માં ઝડપી પ્રગતિ લાવવા માટે ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ(electric automobile)ની કિંમતમાં ઘટાડો કરાશે. એટલે કે સામાન્ય લોકોને આનો ફાયદો થશે. આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહન(electric vehicle)ની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક ક્રાંતિ લાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : પાડોશી દેશને પ્રેમ ઉભરાયો.. ભારતમાં ઇંધણના ભાવમાં ઘટાડો થતાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બે મોઢે કર્યા વખાણ.. કહી આ વાત..

નીતિન ગડકરીએ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય ૨૦૨૨-૨૩ માટે અનુદાનની માગણીઓ પર લોકસભા(Loksabha)માં જવાબ આપતાં જણાવ્યું હતું કે આપણે બધાએ પ્રભાવશાળી સ્વદેશી ઇંધણ (Fuel)તરફ આગળ વધવાની જરૂર છે, ઇલેક્ટ્રિક ઇંધણ(Electric fuel) ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. આનાથી પ્રદૂષણ(pollution)નું સ્તર ઘટશે. પ્રદૂષણ માત્ર ભારત(India)માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો પડકાર છે. તેની સાથે જ કેન્દ્રિય મંત્રી ગડકરીએ સાંસદોને પણ હાઈડ્રોજન ટેક્નોલોજી (Hydrogen technology) અપનાવવા આગ્રહ કર્યો છે. તેમણે સાંસદોને પોત-પોતાના વિસ્તારમાં ગટરના પાણીને ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવાની પહેલ કરવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે. 

નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, લિથિયમ-આયન બેટરી(Lithium-ion battery)ની કિંમતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. અમે ઝિંક-આયન, એલ્યૂમીનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીને વિકસિત કરી રહ્યા છીએ. સૌથી વધુ બે વર્ષમાં ઈલેક્ટ્રિક કાર(electric car), ઓટો રિક્ષા(Auto rikshaw)ની કીંમત પેટ્રોલ(petrol)થી ચાલનાર સ્કૂટર, કાર, ઓટોરિક્ષાના બરાબર થશે. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે, 'આનો ફાયદો એ થશે કે જાે તમે આજે પેટ્રોલ પર ૧૦૦ રૂપિયા ખર્ચી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને ૧૦ રૂપિયા થઈ જશે.' 

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ કાર(Green hydrogen fuel car) લોન્ચ કરી હતી. વાસ્તવમાં નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારની કિંમત પ્રતિ કિમી રૂ. ૧ કરતા ઓછી હશે, જ્યારે પેટ્રોલ કારની કિંમત પ્રતિ કિમી રૂ. ૫-૭ હશે. હવે ત્યાં કંપની નિર્માતા ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે. ટોયોટા કિર્લોસ્કર મોટરની FCEV ટોયોટા મિરાઈ કાર આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ છે. દેશમાં મોંઘવારી(Inflation)ના માર વચ્ચે પીસાતી પ્રજાને પેટ્રોલ-ડીઝલ(petrol diesel Rate)માં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પાછા પડે તેમ નથી. 

આ સમાચાર પણ વાંચો : રુદ્રદેવના ધામમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ, જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર  લગાવી બ્રેક, આ સેવા પણ કરી બંધ…

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version