News Continuous Bureau | Mumbai
Beauty Tips : ચહેરો ભલે ગમે તેટલો સ્વચ્છ હોય, પરંતુ જો ક્યાંય ખીલ(acne) હોય તો આખા ચહેરાની સુંદરતા ફિક્કી પડવા લાગે છે. ઘણા લોકોને માથા પર નાના પિમ્પલ્સ(Head Pimples) અથવા ખીલની સમસ્યા હોય છે.
Acne Home Remedies: ચહેરો ભલે ગમે તેટલો સ્વચ્છ હોય, પરંતુ જો ક્યાંય ખીલ હોય તો આખા ચહેરાની સુંદરતા ફિક્કી પડવા લાગે છે. ઘણા લોકોને માથા પર નાના પિમ્પલ્સ અથવા ખીલની સમસ્યા હોય છે. તેની પાછળનું કારણ હોર્મોન્સમાં(hormones) ફેરફાર અથવા તણાવ હોઈ શકે છે. બજારમાં ઘણા પ્રોડક્ટ પીમ્પલ્સ ફ્રી સ્કીન (Pimples free skin) હોવાનો દાવો કરે છે, પરંતુ તે મોંઘા છે અને સ્કીન પર આડઅસરો પેદા કરી શકે છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર(Home remedies) છે જેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. આ ખીલ દૂર કરવાની ટીપ્સ આજે પણ અસરકારક છે. ચાલો જાણીએ ખીલ દૂર કરવાના ઘરેલું ઉપાયો વિશે.
Beauty Tips : આ ઘરગથ્થુ નુસ્ખાથી મેળવો ખીલથી છૂટકારો
ચણાનો લોટ(gram flour) અને બદામનું મિશ્રણ લગાવવાથી પણ ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. માથા પરથી ખીલ દૂર કરવા માટે ચણાના લોટમાં બદામનો પાઉડર મિક્સ કરો, તેમાં થોડી હળદર મિક્સ કરો અને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. ખીલની સમસ્યા તો દૂર થશે જ, સાથે જ ચહેરો પણ ગ્લો કરશે.
આ સમાચાર પણ વાંચો : આદુની ચટણી માત્ર સ્વાદમાં જ સારી નથી લાગતી પણ રોગપ્રતિકારક શક્તિ પણ સારી રાખે છે- નોંધી લો રેસીપી
એલોવેરા અને ટી ટ્રી ઓઈલ(Aloe Vera and Tea Tree Oil)
ખીલની સમસ્યાને(Acne problem) દૂર કરવા માટે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. ટી ટ્રી ઓઈલમાં થોડું પાણી મિક્સ કરીન એક્ને પર લગાવવાથી ખીલ દૂર થઈ જશે. આ તેલમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
Beauty Tips : ટેટીથી કરો મસાજ
ટેટીનો ઉપયોગ ખીલ દૂર કરવા માટે થાય છે. રાત્રે ટેટીના ટુકડાથી ચહેરા પર મસાજ કરો. તેને સવાર સુધી રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી સ્કીન ગ્લોઈંગ (Skin glowing) પણ થશે.
આ સમાચાર પણ વાંચો : કંપનીએ બનાવ્યા એવા જૂતા- જે પહેરતા જ હવામાં વાત કરવા લાગશે-ઝડપ જાતે જ વધી જશે
ચહેરા પર બેક્ટેરિયા જમા થવાથી પણ ખીલ થઈ શકે છે. લીંબુના ઉપયોગથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ખીલ પર લીંબુનો રસ લગાવીને 5 મિનિટ સુધી રાખો, પિમ્પલ્સની સમસ્યા દૂર થઈ જશે. લીંબુના રસથી દાણા પર બળતરા પણ થઈ શકે છે.
Beauty Tips : કોફી સ્ક્રબ(Coffee scrub)
ખીલ દૂર કરવા માટે સ્ક્રબ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ખીલ દૂર કરવા માટે તમે કોફીથી ચહેરાને સ્ક્રબ કરી શકો છો. તેમાં રહેલા ગુણ ધીમે ધીમે દાણાને દૂર કરશે.