Site icon

સ્વાસ્થ્ય જાણકારી: દૂધી નો જ્યુસ છે પોષક તત્વોથી ભરપૂર, શરીર માટે છે ફાયદાકારક, પરંતુ કેટલું અને કયા સમયે પીવું જોઈએ જાણો અહીં

News Continuous Bureau | Mumbai

જ્યારે સ્વાસ્થ્ય, આહાર, સ્વસ્થ આહારની વાત આવે છે, ત્યારે એક શાકભાજી હંમેશા યાદ આવે છે અને તે છે દૂધી (bottle gourd). જેનો જ્યુસ પીવાનું મન થતું નથી. પરંતુ, દૂધી (bottle gourd) માં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. વિટામીન બી, સી અને આયર્ન ઉપરાંત તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ તેમાં પોટેશિયમ જેવા તત્વો પણ હોય છે. આ તમામ તત્વો સ્વાસ્થ્ય (health )માટે જરૂરી છે. સ્વાસ્થ્યને લઈને ચિંતિત લોકો વારંવાર દૂધી નો રસ (bottle gourd juice) વધુ પડતો પીવાનું શરૂ કરે છે અથવા સમયાંતરે દૂધી નો રસ (bottle gourd juice) પીવે છે. એ જાણવું જરૂરી છે કે દૂધી  શરીર માટે ફાયદાકારક (health benefits) છે, પરંતુ જ્યારે તેનો રસ યોગ્ય સમયે અને યોગ્ય રીતે પીવામાં આવે ત્યારે જ. તો ચાલો જાણીએ કે દૂધી નો રસ પીવાનો યોગ્ય સમય અને રીત શું છે.

Join Our WhatsApp Community

1. યોગ્ય સમય 

દૂધી નો રસ પીવાની શ્રેષ્ઠ રીત છે વહેલી સવારે (early morning). સવારે ખાલી પેટે દૂધી નો રસ લો. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો(health benefits) થશે. જો તમે સવારે ખાલી પેટે દૂધી નો રસ (bottle gourd juice) પીશો તો તમારામાં દિવસભર કામ કરવાની ઉર્જા રહેશે. સાથે જ ઘણી બીમારીઓ પણ દૂર થશે કારણ કે દૂધી નો રસ શરીરને ડિટોક્સ પણ કરે છે.

2. યોગ્ય માત્રા 

હવે જાણી લો કેટલી માત્રામાં દૂધી નો રસ(bottle gourd juice) પીવો ઠીક રહેશે. દરરોજ તમે એટલો જ દૂધી નો રસ પીવો જેટલો એક ગ્લાસ(glass) માં આવી શકે. આ માટે, એક સામાન્ય ગ્લાસ પસંદ કરો અને તેટલો જ રસ પીવો.

3. ફાયદા

દૂધી નો રસ (bottle gourd juice) અનેક રીતે ફાયદાકારક છે. તેનાથી વજન (weight loss) ઘટે છે. કોલેસ્ટ્રોલ લેવલ બરાબર રહે છે. પાચનક્રિયા પણ સારી રહે છે. દૂધી ના સેવનથી રોગો સામે લડવાની શક્તિ મળે છે અને તે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version