Site icon

સ્વાસ્થ્ય જાણકારી: જાણો ગુલાબ માંથી બનેલ ગુલકંદ ના આ સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

ગુલકંદ(gulkand) માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગુલાબના ફૂલની જેમ ગુલકંદની સુવાસ પણ હૃદયને (heart) ખુશ કરે છે. સદીઓથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. પાન (paan) સિવાય તેનો ઉપયોગ ચામાં પણ થાય છે. ઘણા લોકો તેને પાણી અથવા દૂધમાં મિક્સ કરી ને પીવે છે.તમે બજારમાંથી ગુલકંદ ખરીદી શકો છો અથવા તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ગુલકંદ ગુલાબની પાંખડીઓ અને ખાંડમાંથી બને છે.

Join Our WhatsApp Community

ગુલકંદ કેવી રીતે બનાવશો?

જો કે ગુલકંદ(gulkand) બનાવવા માટે ચોક્કસ પ્રકારના ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે ફૂલોની અન્ય જાતોમાંથી પણ બનાવી શકાય છે. આ માટે  તમારે ગુલાબની પાંખડીઓ ભેગી કરીને સાફ કરવી પડશે. ખાંડ (suger)અથવા મિશ્રી ને સમાન માત્રામાં લો. આ બધી વસ્તુઓને એક બરણીમાં નાખો. આ વસ્તુઓનું એક સ્તર (layer) બનાવો. જેમ કે ગુલાબની પાંખડીઓ નું  એક પડ અને બીજું ખાંડ નું . સ્વાદ માટે તમે તેમાં એલચી (cardemon) પણ ઉમેરી શકો છો. ધ્યાનમાં રાખો કે આ બરણી કાચની હોવી જોઈએ, જેથી સૂર્યના કિરણો તેના સુધી પહોંચી શકે અને તે સારી રીતે સુકાઈ જાય. બરણીને (jar) 12 થી 15 દિવસ સુધી તડકામાં રાખો. ગુલકંદ ઉનાળાને લગતી સમસ્યાઓ જેવી કે નબળાઈ, દુખાવા, માંસપેશીઓમાં દુખાવો અને પેટની ગરમીથી રાહત અપાવવામાં મદદ કરે છે. જો તમને ઉનાળાની ઋતુમાં પગ અને હથેળીના તળિયામાં બળતરા થતી હોય તો ગુલકંદનું સેવન કરો.

ગુલકંદના અન્ય ફાયદા

1. તે મોઢામાં થતા અલ્સરને દૂર કરે છે, જે સામાન્ય રીતે એવા લોકોને થાય છે, જેમના શરીરમાં ગરમી (heat) વધુ હોય છે.

2. તેમાં આયર્ન (iron) ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાથી ભારે રક્તસ્રાવ, સફેદ સ્રાવ અને માસિક ધર્મના ખેંચાણથી પણ રાહત મળે છે.

3. તે પાચનમાં મદદરૂપ સાબિત થાય છે અને કબજિયાતમાં (contipation)રાહત આપે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ પાનમાં કરવામાં આવે છે અને તેને ખાધા પછી ખાવામાં આવે છે.

4. તે હાર્ટબર્ન (heartburn)અને એસિડિટીની સારવાર પણ કરે છે. કારણ કે તે યોગ્ય પાચનમાં મદદ કરે છે, જે વ્યક્તિની તમામ પાચન સમસ્યાઓને દૂર કરે છે.

5. તે નાકમાંથી રક્તસ્રાવ બંધ કરે છે, જે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં (summer season)થાય છે.

6. શરીરની ગંધ ઘટાડે છે. ઘણા નિષ્ણાતો માને છે કે ગુલકંદની (gulkand)ઠંડકની અસર શરીરમાંથી નીકળતા પરસેવા પર પણ પડે છે.

7. તે સારી ઊંઘ(sound sleep) મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: કેરી કે પપૈયું? ઉનાળાની ઋતુ માં કયું ફળ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક; જાણો અહીં

Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Exit mobile version