Site icon

સ્વાસ્થ્ય જાણકારી- પહેલાના જમાનામાં શાકભાજી સાથે મફતમાં આવતા લીલા ધાણા છે ખૂબ જ ફાયદાકારક -આ રોગોથી મેળવી શકો છો છુટકારો

 News Continuous Bureau | Mumbai

લીલા ધાણાનો ઉપયોગ આપણા દરેક ઘરમાં ચોક્કસપણે થાય છે. કોથમીરનાં પાનનો(coriander leaves) ઉપયોગ ગાર્નિશિંગ માટે પણ થાય છે. તેમજ, તેના બીજને સૂકવીને સૂકા મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. કોથમીરના ઉપયોગથી વાનગીની સુગંધ અને સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોથમીર તમારા સ્વાસ્થ્ય(coriander health benefits)માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ડાયેટરી ફાઇબરનો (fiber)પણ મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. તે વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોથમીરનું સેવન કરવાથી શું ફાયદા થાય છે.

Join Our WhatsApp Community

1. કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે

જો તમને પણ કબજિયાતની(constipetion) સમસ્યા હોય તો લીલા ધાણાને આહારમાં સામેલ કરી શકાય છે. તે પેટની સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે તે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. તેના તાજા પાનને છાશમાં (buttermilk)ભેળવીને પીવાથી અપચો, ઉબકા અને મરડોમાં આરામ મળે છે.

2. પેશાબની સમસ્યાનો ઉકેલ

પાણી ઓછું પીવાથી પેશાબની (urinary problems)સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં, તમે ધાણાના પાંદડાની ચટણી બનાવીને અથવા કોઈપણ સ્વરૂપમાં સૂકી કોથમીરનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

3. બ્લડ સુગરને નિયંત્રિત કરે

લીલા ધાણાનો ઉપયોગ ડાયાબિટીસના(diabetes) દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

4. ઘાને ઝડપથી મટાડે છે 

લીલા ધાણા મોઢાના ઘા મટાડવામાં(healing) રામબાણ ગણાય છે. તેમાં હાજર એન્ટી-સેપ્ટિક ગુણ મોઢાના ઘાને ઝડપથી મટાડવા નું કામ કરે છે.

5. ચહેરાને ચમકદાર બનાવવા માટે 

ધાણા ત્વચા માટે પણ ફાયદાકારક છે. (skin)જો તમે પણ ચહેરાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેનો ઉપયોગ ચોક્કસ કરો. આ માટે કોથમીર અને લીંબુના રસનું મિશ્રણ બનાવો. આ મિશ્રણને ખીલ અથવા ફ્રીકલ પર લગાવો. તે મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. જે તમારા ચહેરાને ચમકદાર બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમે આયર્નની ઉણપ થી પરેશાન છો તો આ ફળો અને શાકભાજીને કરો તમારા ડાયટમાં સામેલ-તરત જ વધશે લોહી-જાણો તેના લક્ષણો વિશે

 

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version