Site icon

સ્વાસ્થ્ય જાણકારી- કમળ કાકડી માં છુપાયેલું છે સ્વાસ્થ્ય નું રહસ્ય- જાણો તેને ખાવાના ફાયદા વિશે

News Continuous Bureau | Mumbai

કમળની દાંડી, કમલ કાકડી (Kamal Kakdi)તરીકે ઓળખાય છે, તે અન્ય એશિયન દેશો જેમ કે ભારત, જાપાન અને ચીનમાં શાકભાજી તરીકે ખાવામાં આવે છે. તેને બાફીને, ડીપ ફ્રાય કરીને અથવા શેલો ફ્રાય કરીને ખાઈ શકાય છે. કમળ કાકડી વિવિધ પ્રકારના જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે (healthy)ફાયદાકારક છે. સાથે જ તે ભોજનને અદ્ભુત સ્વાદ પણ આપે છે. ચાલો જાણીએ કમળ કાકડી ખાવાના ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. પાચનમાં મદદ કરે છે

કમળની કાકડીમાં ફાઈબરનું(fiber) પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે કબજિયાત જેવી સમસ્યાથી બચાવે છે. તેને ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે. પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે કમળ કાકડી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં સારી પાચનક્રિયા મેળવવા માટે કમળની કાકડી ખાવી જોઈએ.

2. વજન ઘટાડવામાં મદદ કરે છે

બદલાતી જીવનશૈલીના કારણે ઘણા લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. કમળ કાકડી એ કેટલીક વસ્તુઓમાંથી એક છે જેને વજન ઘટાડવા(weight loss) માટે ખાઈ શકાય છે. તેને ખાવાથી પેટ ભરેલું રહે છે. આ સાથે કેલરી પણ ઓછી માત્રામાં જોવા મળે છે. આ કારણે કમળ કાકડી તમને વજન નિયંત્રણમાં ઘણી મદદ કરી શકે છે.

3. વાળ અને ત્વચા માટે ફાયદાકારક

કમળ કાકડીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ખરતા વાળ (hair fall)સામે રક્ષણ આપે છે. તેને ખાવાથી કોલેજન પણ બને છે જે સ્વસ્થ ત્વચા, વાળ અને હાડકાં માટે જરૂરી છે. આવી સ્થિતિમાં સારા સ્વાસ્થ્ય અને વાળ માટે કમળ કાકડી ખાવી જોઈએ.

4. તણાવ ઘટાડવામાં મદદરૂપ

કમળ કાકડીમાં વિટામિન બી મળી આવે છે. વિટામિન B ના અભાવે ચીડિયાપણું, નબળી યાદશક્તિ, ટેન્શન અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચીડિયાપણું દૂર કરવા અને તણાવ(stress) ઓછો કરવા માટે કમળ કાકડી ખાઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમને આ લક્ષણો દેખાય તો થઇ જાઓ સાવધાન-ફેટી લીવર ની હોઈ શકે છે સમસ્યા- જાણો તેના સિમ્પ્ટમ્સ વિશે

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version