Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ડીહાઇડ્રેશન થી લઇ ને ત્વચા સુધી, ઉનાળાની ઋતુમાં લીચી ખાવાના છે ઘણા ફાયદા; જાણો તેના સ્વાસ્થ્ય લાભ વિશે

News Continuous Bureau | Mumbai

ઉનાળામાં (summer season) રસદાર ફળોનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ડીહાઈડેશન ની (dehydration) સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. ઉનાળામાં કાળઝાળ ગરમી, અને તડકાના કારણે હીટ સ્ટ્રોક, (heat stroke) ડિહાઇડ્રેશન, ત્વચાનું ટેનિંગ (tening) વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ તમે આ સિઝનમાં આવતા ફળોને તમારા આહારમાં સામેલ કરીને આ બધી સમસ્યાઓથી બચી શકો છો. આજે અમે એવા જ એક ફળ વિશે જણાવી રહ્યા છીએ જે ઉનાળાની ઋતુમાં ખાવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. લીચી (litchi benefits) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીચી એક સ્વાદિષ્ટ રસદાર ફળ છે જે તમને ગરમીથી બચાવવામાં મદદ કરી શકે છે.લીચીમાં મળતા ગુણોની વાત કરીએ તો તેમાં વિટામિન સી, (vitamin-c) વિટામિન બી6,(Vitamin-B6) નિયાસિન, રિબોફ્લેવિન, ફોલેટ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોલિફીનોલ્સ, ઓલિગોનોલ્સ, બીટા-કેરોટીન, એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા તત્વો હોય છે, જે શરીરની ઘણી સમસ્યાઓથી રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. 

Join Our WhatsApp Community

1. ડીહાઇડ્રેશન-

શરીરને ડીહાઇડ્રેશનથી (dehydration)બચાવવા માટે લીચીને (Litchi) ડાયટમાં સામેલ કરી શકાય છે. લીચીમાં સારી માત્રામાં પાણી જોવા મળે છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.

2. બ્લડ પ્રેશર-

લીચીમાં પોટેશિયમ (potassium) અને સોડિયમ (sodium)હોય છે જે નસોમાં રક્ત પરિભ્રમણને ઠીક કરીને બ્લડ પ્રેશરને (blood pressure) નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમે લીચીનું સેવન કરી શકો છો.

3. રોગપ્રતિકારક શક્તિ-

લીચીમાં વિટામિન સી (Vitamin-c) અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને (immunity boost)મજબૂત કરવામાં મદદ કરી શકે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

4. સ્થૂળતા-

ફાઈબર (fiber) અને પાણીથી (water)ભરપૂર લીચી સ્થૂળતા ઘટાડવામાં (weight loss)પણ મદદરૂપ માનવામાં આવે છે. કારણ કે લીચીમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

5. ત્વચા-

લીચીમાં પોલીફેનોલ્સ, ઓલિગોનોલ્સ, બીટા કેરોટીન, વિટામિન સી અને અન્ય એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સ્વસ્થ (healthy skin) રાખવામાં મદદ કરે છે અને તેને ઘણી સમસ્યાઓથી બચાવે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: બદામ ની જેમ કાજુ ને પણ પલાળીને ખાવાના છે ઘણા લાભ; જાણો તેનાથી થતા ફાયદા વિશે

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version