Site icon

સ્વાસ્થ્ય જાણકારી- આ બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક છે અળવી- જાણો તેના જબરદસ્ત ફાયદા વિશે

 News Continuous Bureau | Mumbai

આજે અમે તમારા માટે અળવી ના ફાયદા (benefits of taro root)લઈને આવ્યા છીએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોય કે આંખોને સ્વસ્થ રાખવાની દરેક બાબતમાં અળવી ફીટ બેસે છે. ખરબચડી અને માટીની સપાટી ધરાવતા આ શાકનો સ્વાદ ખૂબ જ સાદો(simple) છે, પરંતુ તેને ખાવાથી જબરદસ્ત ફાયદો થાય છે. અળવીમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, આ તમામ પોષક તત્વો સ્વસ્થ આંખો (eye)માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.ડાયટ એક્સપર્ટ મુજબ અળવી ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. અળવી માં બીટા-કેરોટીન અને ક્રિપ્ટોક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમારી આંખોને મજબૂત કરવામાં અને આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેમાં જોવા મળતા તત્વો મેક્યુલર ડીજનરેશન (રેટિનાને નુકસાન) અને મોતિયાને અટકાવે છે.

Join Our WhatsApp Community

1. બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ અટકાવવા

અળવી (taro root)માં જોવા મળતા સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી તણાવ(stress) દૂર કરવામાં મદદ મળે છે.

2. કેન્સર અટકાવવા માટે

અળવી નું શાક (taro root vegetable)કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપવા માટે ફાયદાકારક છે. અળવી માં વિટામીન એ, વિટામીન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના (cancer)કોષોને વિકસિત થતા અટકાવે છે.

3. સુગરના દર્દીઓ માટે ફાયદાકારક 

અળવી ડાયાબિટીસ(diabetes) ના દર્દી માટે ફાયદાકારક છે. અળવી માં પૂરતા પ્રમાણમાં ફાઇબર(fiber) જોવા મળે છે. અળવી  ખાવાથી ઈન્સ્યુલિન અને ગ્લુકોઝ લેવલનું સંતુલન જળવાઈ રહે છે.

4. વજન ઘટાડવામાં મદદરૂપ

અળવી  વજનને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા ફાઈબર્સ મેટાબોલિઝમને એક્ટિવ બનાવે છે, જે વજનને કંટ્રોલ(weight control) કરવામાં મદદ કરે છે.

5. પાચનતંત્રને સારું રાખવામાં

અળવી માં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પાચનતંત્ર સારું રહે છે. જો તમે ગેસ, કબજિયાત કે અપચો જેવી બીમારીઓથી પરેશાન છો તો આ અળવી (taro root)નું સેવન કરો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- સુગર ફ્રી ટેબ્લેટ નું વધુ પડતું સેવન અનેક રોગોનું જોખમ વધારી શકે છે-જાણો શરીરને કેવી રીતે થાય છે નુકસાન

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version