Site icon

સ્વાસ્થ્ય જાણકારી: દહીં માં ખાંડ અને મીઠું નહિ પરંતુ મધ નાખીને ખાઓ, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ઋતુમાં (summer season) લોકો દહીંનું (yogurt) વધુ સેવન કરે છે. કારણ કે તે આપણા શરીરને ઠંડુ રાખે છે. આ સિવાય દહીં આપણા પાચનતંત્રને પણ મજબૂત રાખે છે, કારણ કે દહીં આપણા શરીરમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન કરવાનું કામ કરે છે. મોટાભાગના લોકોને ખાંડ (Sugar) કે કાળું મીઠું (black salt) ભેળવીને દહીં ખાવાનું પસંદ હોય છે. શું તમે ક્યારેય મધ (honey) સાથે દહીં ભેળવીને ખાવાનું વિચાર્યું છે ખરું? વાસ્તવમાં, દહીંમાં ખાંડ ભેળવીને ખાવાનું ચલણ વધુ છે, તેથી મધ પર કોઈનું ધ્યાન જતું નથી. પરંતુ જ્યારે તમે તેના ફાયદા જાણશો, તો પછીથી તમે ચોક્કસપણે ખાંડ અથવા મીઠાને બદલે દહીં માં મધ નાખી ને ખાશો. વાસ્તવમાં આ બંનેને એકસાથે ખાવાથી આપણું શરીર અનેક ગંભીર બીમારીઓના શિકાર થવાથી બચી જાય છે. તો ચાલો જાણીએ તેના જબરદસ્ત ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. તેનો પ્રથમ ફાયદો વજન ઘટાડવામાં (weight loss) છે. દહીં અને મધ (honey and yogurt) એકસાથે ખાવાથી વજન ઓછું થાય છે. દહીંમાં પ્રોટીન (protien)અને કેલ્શિયમ (celcium) ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે પેટની વધારાની ચરબી ઓછી થાય છે.

2. દહીં અને મધનું (yogurt and honey) મિશ્રણ હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ સારું છે, કારણ કે તેમાં જોવા મળતા બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ શરીરના કોલેસ્ટ્રોલ (colestrol) લેવલને ઘટાડે છે. બીજી તરફ, મધમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને ઘટાડવામાં મદદરૂપ છે.

3. દહીં અને મધનું મિશ્રણ હાડકાંને મજબૂત (bone health) રાખવામાં મદદરૂપ છે. કારણ કે તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંને પોષક તત્વો મજબૂત હાડકાં જાળવવામાં મદદરૂપ સાબિત થાય છે.

4. આ સિવાય આ બંનેને એકસાથે ખાવાથી (honey and yogurt)ઓસ્ટિયોપોરોસિસ, લોહી સંબંધિત સમસ્યાઓ, ડાયેરિયા, આર્થરાઈટિસ વગેરેમાં પણ રાહત મળે છે. સાથે જ આ બંનેનું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્રને પણ મજબૂત રાખે છે. તે પેટમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: માત્ર શિયાળામાં જ નહિ ઉનાળા માં પણ છે ઘી ખાવાના અદભૂત ફાયદા; જાણો તેના સેવન થી શું લાભ થાય છે

 

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version