Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: શિયાળા માં આ ઔષધિઓનો ઉપયોગ થી બીમારીઓ રહેશે દૂર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા અને રોગોથી બચાવવા માટે વિટામિન્સ, મિનરલ્સ ઉપરાંત કેટલીક હર્બલ વસ્તુઓનો પણ આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. જેના સેવન થી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવી શકાય છે. આ સિવાય ત્વચા અને વાળને પણ ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે.કારણ કે એક તરફ શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તો બીજી તરફ હવામાં રહેલા ભેજને કારણે વાળ અને ત્વચાને પણ ઘણું નુકસાન થઈ શકે છે. શિયાળામાં આપણે ત્વચાને બહારથી સ્વસ્થ રાખવા માટે ઘણા લોશનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ત્વચા અને વાળને બહાર ની સાથે અંદર થી પણ સ્વસ્થ રાખવાની જરૂર છે. તો ચાલો તમને જણાવીએ આવી જ કેટલીક આયુર્વેદિક વસ્તુઓ. જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.

ગિલોય

ગિલોય એક આયુર્વેદિક દવા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગિલોયના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. એટલું જ નહીં, ગિલોયનું સેવન કમળો, હાથ-પગમાં બળતરા અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

અશ્વગંધા

રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ત્વચાને સ્વસ્થ રાખવામાં અશ્વગંધા ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. આ એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે થાય છે. અશ્વગંધા ના સેવન થી ડાયાબિટીસ ની સમસ્યા ને કંટ્રોલ કરી શકાય છે.

લીમડો

લીમડો એક એવો છોડ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના સેવનથી ખીલ, ઈન્ફેક્શન જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

સ્વાસ્થ્ય જાણકારી: શિયાળામાં અજમો છે સ્વાસ્થ્યનો ખજાનો, જાણો તેના અગણિત ફાયદા વિશે

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version