Site icon

બ્યૂટી ટિપ્સ: હોળીમાં રંગોથી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

હોળીના અવસર પર ઘણા લોકો રંગો થી રમવાનું પસંદ કરે છે. પરંતુ જો રંગ રમ્યા પછી, તેમાંથી છુટકારો મેળવવા માટે સ્ક્રબ અથવા પાર્લર ના મોંઘા અને કેમિકલ યુક્ત ઉત્પાદનનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી  ત્વચાને નુકસાન પહોંચી શકે છે. રંગથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે.તેનો ઉપયોગ કરવાથી રંગ ઉતરી જાય છે અને ત્વચાને કોઈ નુકસાન થતું નથી. તો આ વખતે રંગ રમ્યા પછી અજમાવો આ ઘરેલું ઉપચાર.

1. કેળું 

રાસાયણિક રંગોથી છુટકારો મેળવવાની ઘણી રીતો છે. આમાંથી એક કેળું છે. કેળાને મેશ કરો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. પછી તેને ત્વચા પર લગાવીને છોડી દો. જ્યારે તે સુકવા લાગે ત્યારે થોડું ગુલાબજળ લો અને ઘસો. તેનાથી ત્વચા પર નો રંગ સરળતાથી નીકળી જશે અને ત્વચામાં ભેજ જળવાઈ રહેશે.

2. બેસન 

બેસન એક કુદરતી સ્ક્રબ છે. રંગથી છુટકારો મેળવવા માટે ચણાના લોટમાં લીંબુનો રસ અને મલાઈ નાખીને બરાબર મિક્સ કરો. પછી તેને આખા ચહેરા અને રંગીન જગ્યા પર લગાવીને છોડી દો. જ્યારે તે સૂકવવા લાગે ત્યારે તેને હળવા હાથે ઘસો. આનાથી રંગ પણ નીકળી જશે અને ત્વચાને કોઈ નુકસાન નહીં થાય.

3. ઘઉં ની થુલી 

ઘઉંના લોટની થુલી નો કુદરતી સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ થુલી ને દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને ત્વચા પર લગાવો અને છોડી દો. થોડી વાર પછી હળવા હાથે માલિશ કર્યા પછી પાણીથી ધોઈ લો. ત્વચા પર લાગેલો રંગ સરળતાથી દૂર થઈ જશે.

4. મસૂર ની દાળ 

મસૂર ની દાળ  અને ચણાની દાળને પીસીને પાવડર બનાવો. પછી આ પાવડરમાં દૂધ અથવા ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ત્વચા પર લગાવો અને છોડી દો. પછી તેને હળવા હાથે ઘસીને સાફ કરો.આ પેસ્ટથી ત્વચા પર જમા થયેલો રંગ પણ દૂર થશે અને ચહેરા પર ચમક પણ આવશે. તો આ હોળી, ઉગ્રતાથી રંગ રમો અને આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી રંગથી છુટકારો મેળવો. ત્વચાને કોઈ નુકસાન થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: વધેલી બ્રેડ માંથી બનાવો ફેસ સ્ક્રબ, ડેડ સ્કિન થશે સાફ અને મળશે ગ્લો; જાણો તેને બનાવવાની રીત વિશે

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version