Site icon

બ્યૂટી ટિપ્સ: બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય;જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ધૂળ,તડકો અને પ્રદૂષણને કારણે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ (skin problems) શરૂ થાય છે. બ્લેકહેડ્સ (blackheads) પણ તે સમસ્યાઓમાંથી એક છે. બ્લેકહેડ્સ નાના પિમ્પલ્સ (small pimples) જેવા દેખાય છે. જે લોકોની તૈલી ત્વચા (oily skin) હોય છે તેમના ચહેરા પર પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ થવું સામાન્ય બાબત છે. તેનાથી છુટકારો મેળવવા માટે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, પરંતુ ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓની મદદથી પણ તમે હઠીલા બ્લેકહેડ્સને ટાટા-બાય કહી શકો છો.

Join Our WhatsApp Community

1. સ્ટ્રોબેરી – સ્ટ્રોબેરી (strawberry) ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના પલ્પમાં લીંબુ (lemon) ભેળવીને લગાવવાથી બ્લેકહેડ્સથી છુટકારો મળે છે.

2. હળદર – એક ચમચી હળદરમાં(turmeric) નારિયેળ તેલના (coconut oil) થોડા ટીપાં મિક્સ કરો. બ્લેકહેડ્સ પર લગાવો અને થોડા સમય બાદ  હૂંફાળા પાણીથી ધોઈ લો.

3. ગ્રીન ટી – ગ્રીન ટીના (green tea)પાંદડાને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને બ્લેકહેડ્સની જગ્યાએ લગાવો, તેનાથી કાળા ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

4. કેળાની છાલ – કેળાની (banana) છાલના રેશા વાળા ભાગને તમારા ચહેરાની તે જગ્યા પર ઘસો જ્યાં બ્લેકહેડ્સ હોય અને થોડીવાર પછી તેને ધોઈ લો.

5. બટેટા – બટેટા(poteto) ચહેરા પર હાજર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને દૂર કરે છે તેમજ કરચલીઓથી બચાવે છે.

6. લીંબુ – લીંબુ(lemon) ત્વચા માટે ફાયદાકારક છે. અસરગ્રસ્ત જગ્યા પર લીંબુ, ખાંડ અને મધની પેસ્ટ લગાવવાથી બ્લેકહેડ્સ ઓછા થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે પણ ઉત્તમ ફળ છે દાડમ; જાણો તેનાથી થતા ફાયદા વિશે

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version