Site icon

બ્યૂટી ટિપ્સ- પાર્લરવાળા સૂચવે તે પ્રમાણે નહિ પરંતુ તમારા સ્કિન ટોન પ્રમાણે કરો ફેશિયલ ની પસંદગી-ચેહરા પર આવશે ચમક

 News Continuous Bureau | Mumbai

જ્યારે પણ આપણે આપણી ત્વચાની સંભાળ માટે પાર્લર માં ફેશિયલ (fashial)જઈએ છીએ ત્યારે આપણને સમજાતું નથી કે કયું ફેશિયલ આપણી ત્વચા માટે શ્રેષ્ઠ રહેશે. આવી સ્થિતિમાં, શક્ય છે કે ઘણી વખત તમને બ્યુટિશિયન (beautician)દ્વારા ત્વચાની જરૂરિયાત મુજબ નહીં, પરંતુ તેમના પોતાના મોંઘા ફેશિયલ મુજબ સૂચવવામાં આવે.જો તમે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને ફેશિયલ પસંદ કરો છો, તો તમારી નાજુક ત્વચાને અનેક ગણો ફાયદો થાય છે. જેમ કે તમે સ્કિન ટેનિંગની(skin tanning) સમસ્યાથી પરેશાન છો, તો એ જ ફેશિયલ પસંદ કરો જે તમારી ત્વચાને ડિટેન કરી શકે. જો ચહેરા પર વૃદ્ધત્વના ચિન્હો દેખાઈ રહ્યા હોય, તો એન્ટિ-એજિંગ ફેશિયલ કરાવવું વધુ ફાયદાકારક રહેશે. ચાલો આજે તમને જણાવીએ કે તમે તમારી સ્કિન ટોન(skin tone) પ્રમાણે ફેશિયલ કેવી રીતે પસંદ કરી શકો છો.

Join Our WhatsApp Community

1. ક્લાસિક ફેશિયલ

ક્લાસિક ફેશિયલ (classic facial)તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. આમાં, પહેલા ચહેરાની સફાઇ કરવામાં આવે છે અને પછી એક્સફોલિએટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ પછી, ચહેરા પર ફેસ માસ્ક લગાવવામાં આવે છે.

2. ફ્રુટ ફેશિયલ

ફ્રુટ ફેશિયલ (fruit facial)પણ તમામ પ્રકારની ત્વચા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સૌથી લોકપ્રિય ફેશિયલ છે, જે લગભગ દરેક મહિલાને કરાવવું ગમે છે. ત્વચાની ડીપ ક્લિનિંગની સાથે ફ્રૂટ ફેશિયલ બ્લેકહેડ્સની સમસ્યાને પણ દૂર કરે છે. તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે.

3. ગોલ્ડ ફેશિયલ

જો તમારા ચહેરા પરથી ગ્લો ગાયબ થઈ ગયો હોય અને ત્વચા નિસ્તેજ દેખાતી હોય તો આ ફેશિયલનો (gold facial)ઉપયોગ કરો. તેના ઉપયોગથી ત્વચામાં ચમક પણ આવે છે.

4. પર્લ ફેશિયલ

પર્લ ફેશિયલ તૈલી ત્વચા માટે યોગ્ય છે. આ ફેશિયલ ચહેરા પરથી ટેન(pearl facial) દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. આ ફેશિયલમાં ડીપ ક્લીન્ઝિંગ કરવામાં આવે છે અને તે પછી પર્લ ક્રીમથી સ્કિનની મસાજ કરવામાં આવે છે.

5. એન્ટી એજિંગ ફેશિયલ 

જો તમારી ઉંમર 30 કે તેથી વધુ છે તો તમે દર 3 મહિને આ ફેશિયલ (anti ageing facial)કરાવી શકો છો. તેનો ઉપયોગ કરવાથી ત્વચાના કોલેજનનું ઉત્પાદન વધે છે અને કરચલીઓ બનવાની પ્રક્રિયા ધીમી પડે છે.

6. એરોમાથેરાપી ફેશિયલ

જેમની ત્વચા શુષ્ક છે તેમણે આ (aroma therapy facial)ફેશિયલ કરવું જોઈએ. આમાં એરોમાથેરાપી તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચાને કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. જો કે, સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

7. એકને રિએક્શન ફેશિયલ 

આ ફેશિયલ એવા લોકો માટે બેસ્ટ છે જેમના ચહેરા પર ઘણા બધા પિમ્પલ્સ અથવા ખીલ છે. આ ફેશિયલમાં (acne reaction facial)હળવું સ્ક્રબિંગ અને સ્ટીમિંગ કરવામાં આવે છે, જે ત્વચાના છિદ્રોને ઊંડે સુધી સાફ કરે છે અને ત્વચાને નુકસાન કરતું નથી.

8. ડિટેઇન ફેશિયલ

જો તમારી ત્વચા સૂર્યપ્રકાશને કારણે ટેન(detain facial) થઈ ગઈ હોય, તો તમે ડિટેઇન ફેશિયલ કરાવી શકો છો. તેનો ઉપયોગ કરવાથી ચહેરાની ટેનિંગ દૂર થાય છે, તે ચમક પણ લાવે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે ચહેરા પર આ રીતે કરો કોફી આઈસ ક્યુબનો ઉપયોગ-જાણો તેને બનાવવાની અને લગાવવાની રીત વિશે

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version