Site icon

આને કહેવાય નસીબ આડે પાંદડું- બીટકોઈન હજારો કરોડના થયા અને જે હાર્ડ ડ્રાઈવ માં બીટકોઈન રાખી હતી તે કચરામાં ફેંકી- જાણો નસીબના વિચિત્ર ખેલ નો કિસ્સો

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે લોકો કચરા(garbage)ના ઢગલાથી દૂર ભાગતા હોય છે. ત્યાંથી પસાર થવાનું પણ ટાળતા હોય છે. પરંતુ એક એન્જિનિયર (engineer) છે કે જે કચરાના ઢગલાને ફંફોળવા ફાંફા મારે છે. ત્યારે આવો જાણીએ કે એવું તે શું છે કચરાના ઢગલા નીચે કે એન્જિનિયરને તેમાં રસ પડી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આઈટી ઈન્જિનિયર(IT engineer) જેમ્સ હોવેલ્સ ૧૦ વર્ષ બાદ કરોડો રૂપિયાના ૮ હજાર બિટકોઈન(Bitcoin) શોધવામાં લાગ્યો છે. આ બિટકોઈન એક હાર્ડ ડ્રાઈવ(Hard drive)માં રાખવામાં આવ્યા હતા. જેને જેમ્સે કચરાના ઢગલા(Garbage)માં ફેંકી દીધી હતી. જેમ્સને ૧૦ વર્ષ બાદ પોતાની ભૂલનું ભાન થયું છે. હાલ એક બિટકોઈનની કિંમત ૧૮ લાખની આસપાસ થાય છે. જેની ખબર પડતા જેમ્સ હાર્ડ ડ્રાઇવને કચરાના ઢગલામાંથી શોધવામાં લાગી ગયો છે. હાર્ડ ડ્રાઈવમાં રહેલા ૮ હજાર બિટકોઈનની હાલની તારીખમાં કિંમત ૩૩ કરોડ રૂપિયાની આસપાસ થાય છે. જેમ્સે પોતાની હાર્ડ ડિસ્ક ભૂલથી વર્ષ ૨૦૧૩માં લેન્ડફિલમાં ફેંકી હતી. જેમ્સને વિશ્વાસ છે કે આ હાર્ડ ડિસ્ક હજુ પણ ત્યાં જ છે. એટલા માટે તેણે અનેક વખત અહીં ખોદકામ કરવાની રજૂઆત કરી છે. પરંતુ ન્યુપોર્ટ કાઉન્સિલે(Newport Council) જેમ્સની રજૂઆતને અનેક વખત નકારી દીધી.

 આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર 

કાઉન્સિલનું કહેવું છે આવું કરવાથી પર્યાવરણને નુકસાન પહોંચશે. જેમ્સ ખુદ માને છે કે લેન્ડફિલમાં ખોદકામ કરવું મુશ્કેલ કાર્ય છે. જેના માટે તેણે ફન્ડિંગ અને એક્સપર્ટની વ્યવસ્થા પણ કરી લીધી છે. એટલું જ નહીં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ(Artificial Intelligence)ના નિષ્ણાતો સાથે સંપર્ક પણ કર્યો છે. સાથે સાથે પર્યાવરણ(Environment)નું કામ કરતી એક ટીમની નિયુક્તિ પણ કરી છે. જેમ્સનો દાવો છે કે આટલા બધા લોકો એક સાથે શોધશે તો હાર્ડડિસ્ક મળી જશે. જો મળી જાય તો જેમ્સ આ જગ્યાને ક્રિપ્ટો હબ બનાવવા માગે છે.

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version