Site icon

બ્યૂટી ટિપ્સ: સ્વિમિંગ કરતા પહેલા અને પછી ત્વચા ની આ રીતે રાખો કાળજી

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ઋતુમાં માણવા જેવી ઘણી વસ્તુઓ હોય છે જેમ કે કેટલાક લોકોને વારંવાર નહાવાનું (shower)પસંદ હોય છે. કેટલાકને આ સિઝનમાં સ્વિમિંગ પૂલમાં(swimming pool) સમય પસાર કરવો ગમે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વિમિંગ એ આખા શરીર માટે શ્રેષ્ઠ કસરત માંની (swimming is the best exercise)એક છે. એક તરફ, જ્યાં તે તમને તાજગીનો અનુભવ કરાવે છે તેમજ વજન ઘટાડવામાં (weight loss) મદદ કરે છે, આ સાથે જ  ત્વચા નો ચેપ અને ટેનિંગની સમસ્યા પણ સૌથી વધુ છે. સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરિન (chlorine water) હોય છે, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બચવા માટે તમારે ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. સ્વિમિંગ દરમિયાન ત્વચા ખૂબ જ ખરાબ થઈ જાય છે કારણ કે આપણે કોઈ પણ પ્રકારની સ્કિન કેર (skin care) રૂટિન ફોલો કર્યા વિના કલાકો સુધી પાણીમાં રહીએ છીએ. ચાલો જાણીએ કે સ્વિમિંગ કરતા પહેલા અને પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ત્વચા પર સીધી અસર ન પડે.

Join Our WhatsApp Community

1. મોઇશ્ચરાઇઝિંગ – સ્વિમિંગ પહેલા અને પછી બંને વખત મોઇશ્ચરાઇઝર (moisturizer) લગાવવું ખૂબ જ જરૂરી છે. સારું પરિણામ મેળવવા માટે તમે તમારી ત્વચા અનુસાર મોઈશ્ચરાઈઝર પસંદ કરો. સ્વિમિંગ પૂલના (swimming pool water)પાણીમાં હાજર ક્લોરિનથી ત્વચાને બચાવવા માટે, ગ્લિસરીન (glycerin), તેલ (oil) અથવા પેટ્રોલિયમવાળા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.

2. વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો – ઘણા લોકો ઉનાળામાં બહાર જતા પહેલા સનસ્ક્રીન (sunscreen) લગાવે છે. એ જ રીતે, સ્વિમિંગ પૂલમાં જતાં પહેલાં, તમારે વોટરપ્રૂફ સનસ્ક્રીન (waterproof sunscreen) અવશ્ય લગાવવી જોઈએ જેથી કરીને તમારી ત્વચા પર ક્લોરિનની સીધી અસર ન થાય.

3. સ્વિમિંગ કેપ અને ચશ્મા પહેરો – આંખોની નીચે સનસ્ક્રીન (sunscreen) લગાવવાની ભલામણ કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, સ્વિમિંગ ના ચશ્મા (swimming goggles)ચોક્કસપણે પહેરો. ત્વચાની સાથે વાળ પર પણ તેની અસર પડે છે, તેથી સ્વિમિંગ કેપ (swimming cap) પહેરો. ધ્યાનમાં રાખો કે સ્વિમિંગ પછી તરત જ શાવર લો જેથી શરીરમાંથી ક્લોરિન સંપૂર્ણપણે દૂર થઈ જાય.

4. વિટામિન સીનું સેવન – ત્વચાના પીએચ લેવલને (PH level) જાળવી રાખવા માટે વિટામિન સીનું (vitamin-c) સેવન કરવું જોઈએ કારણ કે સ્વિમિંગ દરમિયાન ત્વચાનું પીએચ લેવલ ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાય છે. આવી સ્થિતિમાં વિટામિન સી યુક્ત ખોરાક લેવો જોઈએ.

5. અઠવાડિયામાં એક વાર બોડી મસાજ કરાવો – સ્વિમિંગ કર્યા પછી શાવર(shower) લેવા છતાં પણ ક્લોરિનની અસર ક્યાંક ને ક્યાંક રહે છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં એકવાર ડીપ બોડી મસાજ (body massage)કરો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: સ્વાસ્થ્ય ની ​​સાથે-સાથે વાળ માટે પણ ફાયદાકારક છે મીઠા લીમડા ના પાન, આ રીતે કરો તેનો ઉપયોગ

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version