Site icon

બ્યૂટી ટિપ્સ: વાળ ને જાડા અને મુલાયમ બનાવવા કરો જામફળના પાનનો ઉપયોગ, મળશે આ લાભ; જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

વાળને સુંદર બનાવવા (health hair)માટે મોટાભાગના લોકો હેર કેર રૂટીન ફોલો કરે છે. આમ છતાં કેટલાક લોકોના વાળની ​​વૃદ્ધિ સારી નથી હોતી. તો કેટલાક લોકો ઓછા વાળથી પરેશાન રહે છે. તે જ સમયે, સૂકા અને નિર્જીવ વાળ પણ ઉનાળામાં ઘણા લોકોની સમસ્યાઓનું કારણ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જામફળના પાન(guava leaves) સાથે વાળની ​​આ બધી સમસ્યાઓનો એક જ ઉપાય છે. તમે તમારા વાળની ​​સંભાળમાં જામફળના પાનનો સમાવેશ કરીને વાળની ​​તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં (summer season)જામફળના પાનનો ઉપયોગ વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઘણા પોષક તત્વોથી ભરપૂર જામફળના પાન વાળને જરૂરી પોષણ આપીને લાંબા, જાડા અને મુલાયમ બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ વાળની ​​સંભાળમાં જામફળના પાનનો ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. જામફળના પાનથી હેર માસ્ક બનાવો

જામફળના પાનથી બનેલા હેર માસ્કનો (guava leaves hair mask) અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવાથી વાળ ઝડપથી વધે છે. તેને બનાવવા માટે જામફળના કેટલાક પાનને ધોઈને બ્લેન્ડરમાં પીસી લો. હવે આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવો અને માથાની ચામડી પર  હળવા હાથે મસાજ કરો. તેને વાળમાં 30-40 મિનિટ સુધી રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી (mild shampoo) વાળ ધોઈ લો.

2. જામફળના પાનથી વાળ ધોવા

જામફળના પાનનું પાણી વાળને સ્વસ્થ બનાવવામાં પણ ખૂબ જ અસરકારક છે. આ માટે જામફળના પાનને ધોઈને (guava leaves)સાફ કરો. હવે તેને 1 લીટર પાણીમાં નાખીને 15-20 મિનિટ ઉકાળો. ઠંડુ થયા બાદ આ પાણીને ગાળીને ડબ્બામાં ભરી લો. હવે વાળને હળવા શેમ્પૂથી ધોઈને સૂકવી લો. ત્યાર બાદ જામફળના પાનમાંથી બનાવેલ પાણીને વાળની ​​ત્વચા પર લગાવો અને 10 મિનિટ સુધી મસાજ (massage) કરો. થોડીવાર પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

3. જામફળના પાન નું  વાળમાં તેલ લગાવવું

વાળને નરમ અને ચમકદાર બનાવવા માટે તમે વાળમાં તેલ (hair oil)લગાવતી વખતે જામફળના પાનનો સમાવેશ કરી શકો છો. આ માટે જામફળના પાનને ધોઈને પીસી લો. હવે આ પેસ્ટમાં ડુંગળીનો રસ(onion juice) અને નારિયેળ તેલ (coconut oil)ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને વાળ અને માથાની ચામડી પર લગાવીને મસાજ કરો. પછી 30 મિનિટ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળામાં ત્વચાની સમસ્યાઓ થી છુટકારો મેળવવા કરો પાણી નો ઉપયોગ, ત્વચા રહેશે ચમકદાર

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version