એલોપેથી અને ડૉક્ટરોને લઇને યોગગુરૂ બાબા રામદેવની ટિપ્પણી પર ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
હવે બિહાર આઈએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશનન, બિહાર)એ રાજ્યભરમાં યોગગુરૂ બાબા રામદેવની વિરુદ્ધ હામારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.
બિહાર આઈએમએની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દેશભરમાં ડૉક્ટરોએ બાબા રામદેવની ટિપ્પણીના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત છે આ ભાઈ; જાણો વિગત