Site icon

સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

 News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓનલાઈન કોર્સ(Online course)ની જાહેરાત કરી છે. સ્પેસ સાયન્સ, ઇન્ફોર્મેશન-ટેકનોલોજી(information Technology) વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાઈ શકે છે. કોર્સનો હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ પાસાઓ વિશે માહિતી આપવાનો છે. આ કોર્સનું નામ છે ‘ઓબ્ઝર્વેશન ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી’. આ કોર્સ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ રીમોટ સેન્સિંગ (IIRS) વતી મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOC) નો એક ભાગ છે. જે છઠ્ઠી જૂનથી પાંચમી જુલાઈ સુધી ચાલશે. આ કોર્સમાં ૧૦ વર્ષથી ઉપરના ભારતીય(Indian) કે વિદેશી વિદ્યાર્થી સહભાગી થઈ શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : યુક્રેનએ યુદ્ધમાં રશિયાને આપી બરાબરની ટક્કર- રશિયન ટેંકો અને તોપોના ભુક્કા બોલાવીને યોજયું પ્રદર્શન- જુઓ ફોટોસ

કેવી રીતે અરજી કરવી?

આ ઓનલાઈન કોર્સ(online course) માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીઓએ આઈઆઈઆરએસની વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન પછી, વિદ્યાર્થીઓને તેમના ઈમેલ પર ઓળખપત્ર પ્રાપ્ત થશે, જેનાથી તેઓ કોર્સમાં હાજરી આપી શકશે.

આ કોર્સનો સમયગાળો 6 જૂન 2022થી 5મી જુલાઈ 2022 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ કોર્સ દેશના ખ્યાતનામ અવકાશ વૈજ્ઞાનિકો(scientist) દ્વારા ચલાવવામાં આવશે. જે વિદ્યાર્થી(student)ની આ કોર્સમાં ૭૦ ટકા હાજરી હશે અને પ્રશ્નોત્તરમાં ૬૦ ટકા માર્ક હશે, તેમને ઈસરોનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version