Site icon

હોરર મુવી જોઈ મોક્ષ મેળવવાની ચાહમાં યુવકે પોતાને ચાંપી દીધી આગ- આવ્યું આ ખતરનાક પરિણામ

News Continuous Bureau | Mumbai

મોક્ષ(salvation) મેળવવાની લાલસામાં તમે ઘણા કિસ્સાઓમાં લોકોને અચંબિત કરતા પગલાઓ ઉઠાવતા જોયા હશે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં(Karnataka) સામે આવ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ મધુગીરી તાલુકાના(Madhugiri Taluka) ગિદડાઈહનાપલ્યા ગામમાં(Giddaihanapalya village) એક આઘાતજનક ઘટનામાં(traumatic event) ગુરુવારે તેલુગુ હોરર કાલ્પનિક ફિલ્મ(Telugu horror fantasy film) 'અરુંધતી'માં(Arundhati)બતાવ્યા પ્રમાણે તેને "મોક્ષ" મળશે એવી માન્યતામાં એક યુવકે આત્મહત્યા (suicide) કરી લીધી હતી. મૃતક ૨૩ વર્ષીય રેણુકાપ્રસાદે(Renuka prasad) બુધવારે સાંજે ગામની સીમમાં પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી  દીધી હતી. કેટલાક કન્નડ કાર્યકરોની(Kannada activists) મદદથી પસાર થતા કેટલાક લોકોએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં(Victoria Hospital, Bangalore) રીફર કરવામાં આવ્યા હતા. તે ગુરુવારે હોસ્પિટલમાં ૬૦ ટકા દાઝી ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રેણુકાપ્રસાદ એસએસએલસીની પરીક્ષામાં( SSLC Exam) પુરાવારા ગામની સરકારી શાળામાં ટોપર હતો, જેના પગલે તેના પરિવારના સભ્યોએ તેને ઉચ્ચ અભ્યાસ માટે તુમાકુરુ(Tumakuru) લઈ ગયા હતા. પ્રથમ વર્ષ પીયુસી ક્લિયર કર્યા પછી ફિલ્મો જોવાની લતને કારણે તેનું ધ્યાન અભ્યાસમાંથી હટી ગયું હતું. તેણે 'અરુંધતી' ઘણી વાર જોઈ હતી, જેમાં નાયક તેની મરજીથી મરી જાય છે અને દુશ્મન સાથે બદલો લેવા માટે તેનો પુનર્જન્મ થાય છે.

આ સમાચાર પણ વાંચો : હર હર શંભુથી ફેમસ થયેલ ગાયક ફરમાની નાઝની ચોરી પકડાઈ-યુટ્યુબે કરી આ કડક કાર્યવાહી

મૃતક યુવકના એક નજીકના સંબંધીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, તેણે ઓછામાં ઓછા ૧૫-૨૦ વખત 'અરુંધતી' જાેઈ હશે અને ફિલ્મમાં બતાવેલા કેટલાક હોરર દ્રશ્યોથી(Horror scenes) તે ભ્રમિત થઇ જતો હતો. અમે ઇચ્છતા હતા કે તે સારી રીતે ભણે અને સારી કારકિર્દી બનાવે. બદનસીબે, ફિલ્મો માટેના તેના વ્યસને તેનો જીવ લઈ લીધો. પીડિતાએ તેના પિતાને આત્મવિલોપન કર્યા પછી તરત જ "મુક્તિ" મેળવવાનું કહેતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રેણુકાપ્રસાદ એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડતો રહેતો હતો, કારણ કે તે બેરોજગાર હતો. પોલીસે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય તે છે કે તે નજીકના બંકમાંથી ૨૦ લિટર પેટ્રોલ કેવી રીતે ખરીદવામાં સફળ રહ્યો. જેમાંથી તેણે પોતાને આગ લગાવવા માટે એક લિટરનો ઉપયોગ કર્યો. કોડીજેનાહલ્લી પોલીસે એફઆઈઆરનો ગુનો નોંધી કેસની તપાસ હાથ ધરી છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version