ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં ગ્લેશિયર ઓગળવાને કારણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
કથાકાર પૂ. મોરારિબાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો ના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલાવવાનો નિર્ણય કર્યો છે.
આ રાશી શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે.
હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.