Site icon News Continuous Bureau | Mumbai

હવે આબુ અને અંબાજી બંને રેલવે લાઈનથી જોડાશે-જાણો શું છે રેલવેની નવી યોજના

News Continuous Bureau | Mumbai

ભક્તો(Devotees) માટે આનંદના સમાચાર છે. પવિત્ર યાત્રાધામ(Holy pilgrimage) આબુ અને અંબાજી(Abu and Ambaji) બંને હવે રેલવે લાઈનથી(Railway line) જોડાઈ જવાના છે. કેન્દ્રીય કેબિનેટે(Central Cabinet) કનેક્ટિવિટી પ્રદાન(Provide connectivity) કરવા અને ગતિશીલતા (mobility) સુધારવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને(new rail line) મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. 2798.16 કરોડ છે અને તેનું કામ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 13 જુલાઈના રોજ કેન્દ્રીય કેબિનેટે આ ધાર્મિક અને પર્યટન સ્થળોને રેલ લાઈનો સાથે જોડવાના નિર્ણયને મંજૂરી આપી હતી.

 આ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને(Religious and cultural sites) રેલવે દ્વારા જોડવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.  આ 116.5 કિમીની રેલવે લાઈન આગામી ચાર વર્ષમાં તૈયાર થઈ જશે. તેના માટે 2,798 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેના નિર્માણ દરમિયાન 40 લાખ રોજગાર અને સ્વ-રોજગારનું સર્જન થશે. આ પ્રોજેક્ટ હાલની અમદાવાદ-આબુ રોડ(Ahmedabad-Abu Road) રેલ્વે લાઇનનો વૈકલ્પિક માર્ગ પણ પ્રદાન કરશે.

આ રેલવે માર્ગ(Railway route)  પ્રવાસનના દૃષ્ટિકોણથી પણ આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. નવી રેલ લાઇનના નિર્માણથી મહેસાણા પાલનપુર(Mehsana Palanpur) રેલ લાઇન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર(Dedicated Freight Corridor) પર ટ્રાફિકનું દબાણ ઘટશે. આ રેલ લાઇન ગુજરાત(Gujarat) અને રાજસ્થાનના (Rajasthan) સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને નવી સુવિધા પૂરી પાડશે અને બંને રાજ્યોના મહત્વના સ્થળો તેની સાથે જોડાશે. બે ધાર્મિક સ્થળો અંબાજી શક્તિપીઠ અને અજીતનાથ જૈન મંદિર માટે કનેક્ટિવિટી વધશે. કૃષિ અને સ્થાનિક ઉત્પાદનોની હિલચાલ ઝડપી થશે.

આ સમાચાર પણ વાંચો : અનંત બ્રહ્માંડનું અદભૂત રહસ્ય પહેલી જ વખત કેમેરામાં કેદ થયું- અંતરીક્ષના બાળપણની તસવીર મળી- જુઓ ફોટોગ્રાફ

ઉલ્લેખનીય છે કે અંબાજી એ એક પ્રખ્યાત મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે અને ભારતની 51 શક્તિપીઠો પૈકીનું એક છે અને દર વર્ષે ગુજરાત તેમજ દેશના અન્ય ભાગોમાંથી અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આ લાઇનના નિર્માણથી આ લાખો શ્રદ્ધાળુઓ સરળતાથી મુસાફરી કરી શકશે. આ ઉપરાંત તારંગા હિલ ખાતે અજિતનાથ જૈન મંદિર (24 પવિત્ર જૈન તીર્થંકરોમાંથી એક)ની મુલાકાત લેતા ભક્તોને પણ આ રેલ જોડાણનો લાભ મળશે.
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version