Site icon

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નીતા અંબાણીની અનોખી પહેલ, હિન્દીમાં લોન્ચ કર્યું આ લોકપ્રિય મહિલા સશક્તિકરણ પ્લેટફોર્મ; જાણો તેની વિશેષતાઓ..

News Continuous Bureau Mumbai 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ હિન્દી એપ 'હર-સર્કલ' લોન્ચ કરી. આ મહિલાઓ માટે એક ખાસ પ્લેટફોર્મ છે, જે મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. એક વર્ષ પહેલા અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવેલ આ પ્લેટફોર્મ પહેલા વર્ષમાં જ 42 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચી ચૂક્યું છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Community

'હર-સર્કલ' હિન્દી એપના લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું કે, હર સર્કલ એક વિકસતું પ્લેટફોર્મ છે, જે પ્રદેશ અને ભાષાને ધ્યાનમાં લીધા વગર તમામ મહિલાઓ માટે છે. હું ઇચ્છું છું કે અમારી પહોંચ અને ટેકો કોઇ પણ અવરોધ વગર તમામ સુધી પહોંચે. અને દરેક મહિલાના જીવનમાં તેની ભાષામાં જ સરળતાથી ઉપલબ્ધ થાય. અમે પહેલા હર સર્કલ હિન્દીમાં લોન્ચ કરી રહ્યા છીએ. આશા છે કે તેને ઇંગ્લિશ પ્લેટફોર્મ જેટલી જ લોકપ્રિયતા મળશે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં ખુલ્લા મૅનહૉલનું જોખમ? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યા આ આદેશ ; જાણો વિગતે

નીતા અંબાણીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે હર-સર્કલ દ્વારા ડિજિટલ નેટવર્કનો ઉપયોગ કરીને હજારો મહિલાઓ માટે રોજગારની તકો ઊભી થઈ છે. તેમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, ફૂડ સ્ટાઈલિશ, ફિટનેસ ટ્રેનર, ડોગ ટ્રેનર, રેડિયો જોકી જેવી કારકિર્દી વિશે સારી માહિતી છે. તેમણે કહ્યું કે આ નેટવર્કને લગભગ 30,000 નોંધાયેલા ઉદ્યોગસાહસિકો દ્વારા સમર્થન મળ્યું છે.

'હર-સર્કલ' હિન્દીના લોન્ચિંગ પ્રસંગે જારી કરાયેલા નિવેદન અનુસાર, તેને મહિલાઓ સાથે સંબંધિત સામગ્રી પ્રદાન કરવા માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નેટવર્ક દ્વારા મહિલાઓને મેડિકલ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ અંતર્ગત મહિલાઓ સર એચએન રિલાયન્સ હોસ્પિટલના મેડિકલ અને નિષ્ણાતોના નેટવર્કમાં માનસિક સ્વાસ્થ્ય, શારીરિક તંદુરસ્તી, ત્વચા સંભાળ, ગાયનેકોલોજિસ્ટ્સની સલાહ લઈ શકે છે. ફિટનેસ અને ન્યૂટ્રિશન, પીરિયડ, ફર્ટિલિટી, પ્રેગ્નન્સી તેમજ ફાઇનાન્સ માટે પર્સનલાઇઝ્ડ ટ્રેકર્સનો ઉપયોગ 1.50 લાખ સબસ્ક્રાઇબર્સ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો છે. તેમજ ખાસ ઇન્ટરવ્યૂ દ્વારા હર સર્કલનું કન્ટેન્ટ ખૂબ પાવરફુલ બને છે.

એપનો સોશિયલ નેટવર્કિંગ ભાગ માત્ર મહિલાઓ માટે છે, જેથી તેઓ કોઈપણ ખચકાટ વિના સાથીદારો અથવા નિષ્ણાતોને પ્રશ્નો પૂછી શકે. હર સર્કલમાં મહિલાઓ માટે પ્રાઇવેટ ચેટરૂમમાં તબીબી અને નાણાંકીય નિષ્ણાંતોને પ્રશ્નો પૂછવા માટે એક પર્સનલ સ્પેસ પણ છે, જેમાં રિલાયન્સ હેલ્થ, વેલનેસ, એજ્યુકેશન, એન્ટરપ્રેન્યોરશિપ, ફાઇનાન્સ અને લીડરશિપના નિષ્ણાતો પ્રશ્નોના જવાબ આપે છે. એટલું જ નહીં, આ પ્લેટફોર્મની મદદથી ઘણા ડિજિટલ કોર્સ પણ શીખી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

હર સર્કલ વિવિધ મહિલાઓને સોશિયલ પ્લેટફોર્મ દ્વારા જોડે છે. જેમાં મહિલાઓ બ્યુટી, ફેશન, મનોરંજન, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા લેખો વાંચી શકે છે અને મહિલા સંચાલિત એનજીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા જોડાઇ શકે છે. અપસ્કિલિંગ અને જોબ્સ સેક્શન દ્વારા તેઓ પ્રોફાઇલ અનુરૂપ નોકરી મેળવી શકે છે.

પ્રાઇવેટ અને સુરક્ષિત – વિડિઓઝથી લઈને લેખો સુધીની સામગ્રી, બધા માટે પબ્લિક છે, જ્યારે પ્લેટફોર્મનો સોશિયલ નેટવર્કિંગ ભાગ ફક્ત મહિલાઓ માટે છે. હર સર્કલમાં મહિલાઓ માટે પ્રાઇવેટ ચેટરૂમમાં તબીબી અને નાણાંકીય નિષ્ણાંતોને પ્રશ્નો પૂછવા માટે એક પર્સનલ સ્પેસ પણ છે.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version