Site icon

કામના સ્થળે મહિલા સાથે થતા લૈંગિક અત્યાચારની સુનાવણીને લઈને હાઈ કોર્ટે લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહિલાઓની સુરક્ષાને લઈને અનેક નિયમો હોવા છતાં મહિલા પરના અત્યાચારો થોભવાનું નામ નથી લેતા. મહિલાઓ સામે થતા જુદા જુદા ગુનો માટે નિયમો છે, પરંતુ કામના સ્થળે મહિલાઓ પર થતા લૈંગિક અત્યાચાર માટે કોઈ નિયમાવલી નહોતી. એથી મુંબઈ હાઈ કોર્ટ દ્વારા હાલમાં જ એ જાહેર કરવામાં આવી છે. નવી નિયમાવલી મુજબ આ પ્રકરણની સુનાવણી હવે ફક્ત ઇન કૅમેરા જ કરવામાં આવશે અથવા તો પછી જજની કૅબિનમાં  કરવામાં આવશે.

સંભાળજો! આ કારણથી પહેલી ઓક્ટોબરથી આરોગ્ય સેવાને અસર થઈ શકે છે; જાણો વિગત

ગયા અઠવાડિયે જસ્ટિસ ગૌતમ પટેલની ખંડપીઠે આ આદેશ બહાર પાડ્યો હતો, એ મુજબ હવેથી કામના સ્થળે મહિલાઓ પર થનારા લૈંગિક અત્યાચારની સુનાવણી ઇન કૅમેરા જ કરવાની રહેશે. તેમ જ આ પ્રકરણમાં આપવામાં આવતા આદેશને કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે નહીં. તેમ જ કોર્ટની મંજૂરી વગર નિકાલનો અહેવાલ પણ બહાર પાડવામાં આવશે નહીં. એટલે હવેથી કોર્ટની મંજૂરી વગર પીડિત વ્યક્તિનું નામ અને તેની ઓળખ પણ જાહેર કરી શકાશે નહીં. જો એવું થયું તો એ કોર્ટનું અવમાન ગણાશે. તેમ જ આવા પ્રકરણમાં તમામ રેકૉર્ડ સીલ બંધ કવરમાં રાખવામાં આવશે. કોર્ટની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિને એ આપી શકાશે નહીં.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version