ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
કોરોનાની મહામારી દિવસેને દિવસે ભારતમાં ગંભીર થઈ રહી છે. હવે હૈદરાબાદથી એક વધુ કરુણ ઘટના સામે આવી છે. હૈદરાબાદની એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા ૭ લોકોના મૃત્યુ થયા છે. હૈદરાબાદની કિંગ કોટી હોસ્પિટલમાં આ ઘટના બની હતી.
હકીકતે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા હોસ્પિટલે ઓક્સિજન ટેન્કર મગાવ્યું હતું. આ ટેન્કર રસ્તેથી ભટકી જતા તે હોસ્પિટલમાં સમયસર પહોચ્યું નહતું. બીજી બાજુ દર્દી અને તેમના સ્વજનોમાં હાહાકાર મચી ગયો હતો. ઓક્સિજનની અછત સર્જાતા આઈસીયુમાં ઓક્સિજનનું દબાણ ઘટી જતા સમગ્ર ઘટના બની હતી.
ભારતના ભૂતપૂર્વ ઓલિમ્પિક ફૂટબોલ પ્લેયર નું નિધન થયું. ફૂટબોલ પ્રેમીઓ શોકમાં ગરકાવ.
મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલનીમાં ઑક્સિજનની બપોરથી જ ઓક્સિજનનું દબાણ ઓછું થવા લાગ્યું હતું. જે બાદ હોસ્પિટલે તાત્કાલીક ટેન્ક મગાવ્યું હતું. હૈદરાબાદના નારાયણગુડા પોલીસે ભારે જહેમત બાદ ભટકેલા ટેન્કરને શોધી કાઢ્યું હતું અને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.