ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
દેશના પ્રખ્યાત સામાજિક કાર્યકર અને અનાથોની સેવા કરનાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકલનું પુણેમાં નિધન થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે 8.10 કલાકે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું.
એક મહિના પહેલા સિંધુતાઈ સપકલનું હર્નિયાનું ઓપરેશન થયું હતું.
પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સિંધુતાઈ સપકલને ‘માઈ’ કહેતા. તેઓ પુણેમાં સનમતિ બાલ નિકેતન સંસ્થા નામનું અનાથાશ્રમ ચલાવે છે. તેમણે તેમના જીવનમાં 1,200 થી વધુ અનાથ બાળકોને દત્તક લીધા હતા.
સિંધુ તાઈને તેમના ઉમદા કાર્ય માટે અત્યાર સુધીમાં 700 થી વધુ સન્માન મળ્યા છે. સિંધુ તાઈએ તેમને અત્યાર સુધી મળેલા સન્માનમાંથી મળેલી રકમ તેમના બાળકોના ઉછેરમાં ખર્ચી નાખી.