ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
વિશ્વમાં એવી ઘણી વસ્તુઓ છે જેનું અસ્તિત્વ આશ્ચર્યજનક છે અને એમાં પણ સમુદ્રી દુનિયા ખરેખર અનોખી છે. વાસ્તવમાં અહીં જોવાલાયક નજારાઓ એટલા દુર્લભ હોય છે, કારણ કે આવા નજારા અન્ય જગ્યાએ જોવા મળતા નથી. જોકે સમુદ્રના ઊંડાણમાં ઘણાં રહસ્યો છુપાયેલાં છે, પરંતુ કેટલાંક એવાં દૃશ્યો દરિયામાં જોવા મળે છે, જે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે.
હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુલાબી ડોલ્ફિન સમુદ્રમાં કલાબાજી કરતી જોવા મળી રહી છે. આ ગુલાબી રંગની ડોલ્ફિન ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે લોકો દરિયામાં ગુલાબી ડોલ્ફિન જોઈને ચોંકી ગયા છે. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ શૅર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘શું તમે ગુલાબી ડોલ્ફિન ક્યારેય જોઈ છે?’
આપને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 47 હજાર લોકોએ જોયો છે અને એક હજારથી વધુ લોકોએ આ અંગે ટિપ્પણી કરી છે. મોટા ભાગના લોકોએ ટિપ્પણીઓ દ્વારા કહ્યું છે કે આવી ડોલ્ફિન ક્યારેય જોવા મળી નથી. એનો રંગ કોઈ કારણસર ગુલાબી થઈ ગયો હશે.
આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો#PinkDolphin #DeptofFisheries #Dolphin #sea #dolphins #pinkdolphins #marinelife #wildlife #ocean #nature #motivation pic.twitter.com/w6aJyldhCy
— news continuous (@NewsContinuous) August 24, 2021