Site icon

શાબ્બાશ-રેલેવેની RPF પ્રતિદિન આટલા બાળકોને બચાવે છે- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ઘરેથી ભાગી આવતા અથવા પરિવારથી વિખૂટા પડી ગયેલા બાળકોને(Lost Childrens) ફરી તેમના પરિવાર સાથે મિલન કરાવવાની મોટી જવાબદારી  સેન્ટ્રલ રેલવેના(Central Railway) રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પાર પાડે છે. RPF પ્રતિદિન આવા ચાર બાળકોને બચાવે છે. છેલ્લા છ મહિનામાં RPF એ  અન્ય ફ્રન્ટલાઈન રેલવે કર્મચારીઓ(Frontline Railway Employees) સાથે "ઓપરેશન નન્હે ફરિશતે"(Operation Nanhe Farishate) હેઠળ 745 બાળકોને બચાવ્યા છે.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવેના RPFના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનામાં એટલે કે જાન્યુઆરી 2022 થી જૂન 2022 દરમિયાન મધ્ય રેલવેના રેલવે સ્ટેશનો(Railway Stations), પ્લેટફોર્મ(Platforms) પરથી 745 બાળકોને બચાવ્યા છે, જેમાં 490 છોકરાઓ અને 255 છોકરીઓનો સમાવેશ થાય છે. ચાઈલ્ડલાઈન જેવી NGOની મદદથી તેમના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર-સિનિયર સિટિઝનોને રેલવેમાં મળતી આ છૂટ હવે બંધ થશે-જાણો વિગત

RPF દ્વારા દર મહિને 124 બાળકો અને દરરોજ સરેરાશ ચાર બાળકોને બચાવવામાં આવી રહ્યા છે. આમાં મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં સૌથી વધુ 381 બચાવી લેવાયેલા બાળકો નોંધાયા છે, જેમાં 270 છોકરાઓ અને 111 છોકરીઓનો સમાવેશ થાય છે.

રેલવે સુરક્ષા દળને(Railway Security Force) રેલવે સંપત્તિ(Railway assets), મુસાફરોના વિસ્તાર અને મુસાફરોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. તે ઉપરાંત, "ઓપરેશન નન્હે ફરિશ્તે" હેઠળ તે બાળકોને બચાવવાની જવાબદારી પણ નિભાવે છે. પ્રશિક્ષિત RPF કર્મચારીઓ એવા બાળકોને શોધી કાઢે છે જેઓ ઝઘડા કે કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે અથવા શહેરના ગ્લેમરથી અંજાઈને તેમના પરિવારજનોને કહ્યા વિના રેલવે સ્ટેશને આવે છે. આ પ્રશિક્ષિત RPF કર્મચારીઓ બાળકો સાથે વાર્તાલાપ કરે છે, તેમની સમસ્યાઓ સમજે છે અને તેમને તેમના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવે છે.
 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version