ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સપ્તાહે કોરોના થયો હતો. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય સારું થવાને કારણે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર તેમજ અન્ય તમામ શારીરિક અવસ્થા સારી હોવાને કારણે તેમને સ્વસ્થ જાહેર કરાયા છે.
મોહન ભાગવતનું સ્વાસ્થ્ય સુધરતા અનેક ચિંતિત લોકોએ રાહતનો દમ લીધો છે.