Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: શિયાળા માં ચેહરા ને ચમકદાર બનાવવા માટે અજમાવી જુઓ કાચું દૂધ ; જાણો તેને ઉપયોગ કરવાની રીત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

મંગળવાર

 

શિયાળામાં ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનતી અટકાવવા માટે કાચા દૂધનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા ચહેરા પરની ત્વચા નરમ અને ચમકદાર બને છે. કાચા દૂધમાં લેક્ટિક એસિડ, સેલેનિયમ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવીને ચમકદાર બનાવે છે.કાચા દૂધને ચહેરા પર લગાવવાથી કરચલીઓ, ઢીલી ત્વચા વગેરે થી પણ બચી શકાય છે. ચાલો જાણીએ કે આ ફાયદા મેળવવા માટે કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો.

1. કાચા દૂધ થી  સ્ક્રબ કરો

સ્ક્રબિંગ ચહેરાના મૃત ત્વચા કોષોને દૂર કરીને ચહેરો સાફ કરી શકે છે. આ માટે 1 ચમચી ખાંડ અને 3 ચમચી કાચું દૂધ મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરો. ત્રણેય વસ્તુઓમાંથી તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર હળવા હાથે ઘસો. 3 મિનિટ સુધી મસાજ કર્યા પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

2. કાચા દૂધથી ફેસ માસ્ક બનાવો

કાચા દૂધના ફેસ માસ્કનો ઉપયોગ ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા માટે કરી શકાય છે. તેના માટે એક ચપટી મુલતાની માટીમાં 3 ચમચી કાચું દૂધ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને લગભગ 20 મિનિટ સુધી સુકાવા દો. ફેસ માસ્ક સુકાઈ ગયા પછી, સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

3. કાચા દૂધને મોઇશ્ચરાઇઝર તરીકે પણ લગાવી શકાય છે

શિયાળામાં શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે કાચા દૂધનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કરી શકાય છે. આ માટે 3 ચમચી કાચા દૂધમાં અડધી ચમચી ગ્લિસરીન મિક્સ કરો. હવે એક કોટન (રૂ) લો અને તેને આ મિશ્રણ માં બોળો  અને તેને ચહેરા અને ગરદન પર લગાવો. લગભગ 20 મિનિટ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

બ્યૂટી ટિપ્સ: ચહેરાની કરચલીઓ થી લઈ ને ડાઘ દૂર કરવા સુધી, જાણો કુમકુમાદી તેલ ના ફાયદા વિશે

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version