ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
રિલાયન્સ ફાઉન્ડેશન અને ગ્રેટર મુંબઈ નગર નિગમે મુંબઈના વંચિત વર્ગના લોકો માટે 3 લાખ ફ્રી કોરોના રસી લગાવવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સર એચએન રિલાયન્સ હોસ્પિટલ દ્વારા ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈના ધારાવી, વરલી, વડાલા, કોલાબા, પ્રતીક્ષાનગર, કમાઠીપુરા, માનખુર્દ, ચેમ્બુર, ગોવંડી અને ભાંડુપ વિસ્તારનાં 50 સ્થળોને આવરી લેવાશે.
પસંદ કરાયેલાં સ્થળોએ સર એચ.એન. રિલાયંસ ફાઉન્ડેશન હૉસ્પિટલ રસીકરણ માટે અત્યાધુનિક મોબાઇલ વેહિકલ યુનિટને ઉપયોગમાં લેશે.
આ ટિકાકરણ કાર્યક્રમ આગામી 3 મહિનામાં ચલાવવામાં આવશે અને આ રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન વેક્સીન સુરક્ષા પહેલનો ભાગ છે. જે આગામી કેટલાક મહિનામાં દેશભરના અનપ્રિવિલેજ્ડ કમ્યુનિટી માટે ટિકાકરણ કરશે.
