કિંગફિશર એરલાઈનના માલિક અને ભાગેડું લિકર બિઝનેસમેન વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
બેંકનું ફુલેકું ફેરવીને ભાગવાના મામલે મુંબઈની મુખ્ય અદાલતે તેની જપ્ત થયેલી સંપતિમાંથી અંદાજીત 5600 કરોડ રૂપિયાની સંપત્તિ બેન્કોને સોંપવાનો આદેશ આપ્યો છે.
અગાઉ કોર્ટે 1 જૂને વિજય માલ્યાની 1,411 કરોડની પ્રોપર્ટી બેન્કોને આપવાનો આદેશ આપ્યો હતો. તે પહેલા 24 મેના રોજ માલ્યાની 4233 કરોડ રૂપિયા બેન્કને આપવાનો આદેશ આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માલ્યાએ વિવિધ ભારતીય બેંકોને 100 ટકા “સાર્વજનિક નાણાં” પાછા આપવાની વાત કરી હતી અને સરકારને તેમના પ્રસ્તાવને સ્વીકારવાની વિનંતી કરી હતી. માલ્યા એપ્રિલ 2019 માં ધરપકડ થયા બાદ પ્રત્યાર્પણ વોરંટ પર યુકેમાં જામીન પર છે.
શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે
