Site icon

મહત્વના સમાચાર-સિનિયર સિટિઝનોને રેલવેમાં મળતી આ છૂટ હવે બંધ થશે-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સિનિયર સિટિઝનોને(senior citizens) સરકાર તરફથી અનેક રાહત આપવામાં આવતી હોય છે. જોકે હવે રેલવેમાં(railways) સિનિયર સિટઝનોને મળનારી રાહત બંધ થવાની છે, તેનાથી સિનિયર સિટિઝનોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Community

બે વર્ષ પહેલા કોરોનાના સમયગાળા(Covid19 pandemic) દરમિયાન રેલવે પ્રશાસન(Railway Administration) દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ(Discount) બંધ કરવામાં આવ્યું હતું. સરકારનો હવે આ છૂટ ફરી શરૂ કરવાનો કોઈ ઈરાદો નથી.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- પનીર અસલી છે કે નકલી તે જાણવા માટે ઘરમાં પડેલી આ 2 વસ્તુઓ થી કરો ટેસ્ટ

સરકારના કહેવા મુજબ  મોટાભાગની શ્રેણીઓમાં રેલ ભાડા(Rail fares) પહેલાથી જ ઓછા છે. રેલવે તમામ મુસાફરો માટે 50 ટકા મુસાફરી ખર્ચ ઉઠાવી રહી છે. કોરોનાને કારણે 2020 થી 2021માં ઘણા ઓછા મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.  2019-20 દરમિયાન, સરકારની અપીલ પછી બાદ  22.62 મિલિયન વરિષ્ઠ નાગરિકો જાતે થઈને તેમને મળતી રાહત યોજનામાંથી બહાર નીકળી ગયા હતા.

સરકારે આ સાથે જ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓ માટે છૂટના નિયમો પહેલાની જેમ જ રહેશે. જો કે, વરિષ્ઠ નાગરિકો અને રમતવીરોને(athletes) ફરીથી ભાડામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.
 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version