Site icon

દહિસરની શ્રીયા બની ‘મિસ ટૂરિઝમ યુનિવર્સ’ની વિજેતા; આ રીતે કરી હતી તૈયારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પૂર્વ-મધ્ય એશિયાના લેબનાનમાં તાજેતરમાં 'મિસ ટૂરિઝમ યુનિવર્સ 2021' સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં દહિસરની શ્રીયા સંજય પરબે 'મિસ ટૂરિઝમ યુનિવર્સ એશિયા'નો ખિતાબ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.

2થી 16 સપ્ટેમ્બર, 2021 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં 23 દેશની યુવતીઓ સહભાગી થઈ હતી. એમાંથી અંતિમ રાઉન્ડમાં પાંચ કૉન્ટિનેન્ટલ ક્વીનની નિમણૂક કરવામાં આવી. જેમાં એશિયા ખંડમાં વિજેતા બનવાનું બહુમાન શ્રીયાને મળ્યું. મૂળ માલવણીની શ્રીયાએ આ સ્પર્ધા માટે વૉક, ઇન્ટરવ્યૂ, ડાયેટ વગેરેની પ્રથમ દિવસથી જ તૈયારી કરી હતી. કોરોનાકાળમાં દેશની બહાર જઈને સ્પર્ધામાં ભાગ લેવાની માનસિક તૈયારી પણ તેણે કરી હતી, જેમાં તેણે યશ મેળવ્યો છે. 

Join Our WhatsApp Community

વાવાઝોડાને લીધે નહીં પરંતુ મુંબઈમાં આ કારણે શાકભાજીના ભાવમાં થયો વધારો ; જાણો વિગતે

શ્રીયા કે. સી. કૉલેજની વિદ્યાર્થિની છે, તેને નાનપણથી જ સ્ટેજ પ્રત્યે આકર્ષણ હતું. તેણે કહ્યું કે સ્ટેજ એવું સ્થાન છે, જ્યાં હું સહુથી વધુ ખુશ હોઉં છું. 'મિસ અપ્સરા મહારાષ્ટ્ર' સ્પર્ધામાં પણ તે અંતિમ વિજેતા બની હતી.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version