Site icon

ના હોય-મુંબઈથી મધ્ય પ્રદેશ જતી પ્લેનમાં છતમાંથી પાણી ટપકી રહ્યું હતું- ઘટનાનો વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

સરકારી બસની(Government bus) છતમાંથી પાણી ટપકતું(Water dripping) હોવાનું અનેક વખત લોકોએ અનુભવ કર્યો હશે. પરંતુ તાજેતરમાં મુંબઈથી મધ્ય પ્રદેશના(Mumbai to Madhya Pradesh) જબલપુર(Jabalpur) જઈ રહેલી ખાનગી કંપનીની ફ્લાઈટની(private company flight) અંદર અચાનક પાણી ટપકવા લાગ્યું હોવાનો બનાવ બન્યો છે. અચાનક છતમીં પાણી(Roof water) નીકળવા લાગતાં મુસાફરો(Passengers) ગભરાઇ ગયા હતા. વિમાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હોવાના અહેવાલ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પ્લેનમાં સીટની(plane seat) ઉપરથી પાણી ટપકી રહ્યું હતું. આ બાબતે પ્રવાસીઓ આ અંગે એર હોસ્ટેસને(Air hostess) ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેમણે ધ્યાન આપ્યું ન હતું. મુસાફરોએ એવો પણ આરોપ કર્યો હતો કે એર હોસ્ટેસે અસભ્ય જવાબ આપ્યો હતો. આ દરમિયાન પ્લેનમાં સવાર એક મુસાફરે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : માલિયાની જેમ હવે ભાગેડુઓ પોતાના સામાન સાથે દેશની બહાર નહીં જઈ શકે-કસ્ટમ વિભાગ હરકતમાં- હવે એરપોર્ટ પર ભાગેડુઓને પકડી પાડશે

મિડિયાના અહેવાલ પ્રમાણે મુંબઈથી જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ(Spice Jet flight) નંબર 3003 બુધવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે જબલપુર પહોંચી, જેમાં ઘણા મુસાફરો હતા. આ જ પ્લેનમાં કમલ ગ્રોવર(Kamal Grover) નામનો બિઝનેસમેન(businessman) પણ મુસાફરી કરી રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ(Social media post) દ્વારા ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે. લાઈટ કનેકશન(Light connection) પાસે પાણી લીક થઈ રહ્યું હતું, જેથી શોર્ટ સર્કિટનો(short circuit) ભય મુસાફરોને સતાવી રહ્યો હતો.  હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સિવિલ એવિએશન વિભાગ(Civil Aviation Department) આ કંપની સામે શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
 

Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
History of Dosa Invention: દારૂના ચક્કરમાં ડોસાનો જન્મ! જાણો તમારી ફેવરિટ સાઉથ ઇન્ડિયન વાનગીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી.
Exit mobile version