Site icon

શું આ વાત સાચી માનવી જોઈએ- Telegramના ફાઉન્ડરે કહ્યું- WhatsApp 13 વર્ષથી યુઝર્સની જાસૂસી કરી રહ્યું છે- તુરંત બંધ કરો તેનો ઉપયોગ

News Continuous Bureau | Mumbai

પાવેલ દુરોવે (Pavel Durov) ભૂતકાળમાં ઘણી વખત WhatsAppની ટીકા કરી છે. પોવેલે અગાઉ દાવો કર્યો હતો કે, જ્યાં સુધી WhatsApp તેની કામ કરવાની રીતમાં મૂળભૂત ફેરફારો કરવામાં ન આવે ત્યાં સુધી તે ક્યારેય સુરક્ષિત રહેશે નહીં.

Join Our WhatsApp Community

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ(Instant messaging app) Telegramના સ્થાપક (founder) પાવેલ દુરોવે Whatsapp યુઝર્સને ફરી ચેતવણી આપી છે. પાવેલ દુરોવે Whatsapp યુઝર્સને મેસેજિંગ એપથી દૂર રહેવાની સલાહ આપી છે અને દાવો કર્યો છે કે હેકર્સ(Hackers) Whatsapp યુઝર્સના ફોનને સરળતાથી હેક કરી શકે છે અને તેમનો ડેટા પણ એક્સેસ કરી શકે છે. તેણે કહ્યું કે, તે યુઝર્સને Telegram, જે પણ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરવા કહેતો નથી, પરંતુ Whatsappથી દૂર રહે છે. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં ઘણી વખત પાવેલ Whatsappને લઈને એલર્ટ હોવાનો દાવો કરી ચૂક્યા છે.

Telegramના સ્થાપક પાવેલ દુરોવે વોટ્સએપને ટાંકીને કહ્યું કે, Whatsappએ પોતે જ ગત સપ્તાહે તેની સુરક્ષા સમસ્યાનો(Security problem) પર્દાફાશ કર્યો હતો. વાસ્તવમાં, Whatsappના વીડિયો કોલમાં(video call) એક ખામી જોવા મળી હતી, જેના વિશે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું કે, હેકર્સ WhatsApp વીડિયો કોલ દ્વારા તમારા સ્માર્ટફોનમાં રિમોટ કોડને સ્થિર કરી શકે છે. આ સંદર્ભે, ભારત સરકારે હેકિંગ હુમલાની ચેતવણી પણ આપી હતી.

આ સમાચાર પણ વાંચો :  Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

પાવેલ દુરોવે ભૂતકાળમાં ઘણી વખત WhatsAppની ટીકા કરી છે. પોવેલે અગાઉ દાવો કર્યો હતો કે, જ્યાં સુધી WhatsApp તેની કામ કરવાની રીતમાં મૂળભૂત ફેરફારો કરવામાં ન આવે ત્યાં સુધી તે ક્યારેય સુરક્ષિત રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, ટેલિગ્રામ તેની એપ પર પ્રાઈવસી ફર્સ્ટ પોલિસી માટે જાણીતું છે. Telegramના વિશ્વભરમાં 700 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે. ત્યારે ટેલિગ્રામ પર દરરોજ 2 મિલિયન વપરાશકર્તાઓ વધી રહ્યા છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version