Site icon News Continuous Bureau | Mumbai

સાગર રાણા હત્યાકેસના મુખ્ય આરોપી સુશીલકુમારને થઈ શકે છે આ સજા; દિલ્હી હાઈ કોર્ટના વકીલે આપી આ માહિતી…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

દિલ્હીના છત્રસાલ સ્ટૅડિયમ ખાતે થયેલી સાગર રાણાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુશીલકુમારને આજીવન કેદ અથવા ફાંસીની સજા થઈ શકે છે. દિલ્હી હાઈ કોર્ટના વકીલ પ્રશાંત મનચંદાએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે ‘’સુશીલકુમાર પર અપહરણ, હત્યા અને ગુનાહિત ષડ્યંત્રનો આરોપ છે. આ આરોપ સાબિત થાય તો તેને ઓછામાં ઓછી આજીવન કેદ અને વધુમાં વધુ ફાંસીની સજા સંભળાવવામાં આવી શકે છે.આ સિવાય તેને દંડ પણ ફટકારવામાં આવે એ પણ સંભાવના છે.

ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમારને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. તે લૉકઅપમાં રડવા લાગ્યો હતો. પોલીસ સામે તેણે કબૂલાત કરી હતી કે તે સાગર રાણાને માત્ર ડરાવવા માગતો હતો. તેણે રડતાં-રડતાં સિનિયર અધિકારીને કહ્યું હતું કે તેણે માત્ર ડરાવવાના હેતુસર મારપીટ કરી હતી અને એટલા માટે જ ત્યાં હથિયાર પણ લાવ્યો હતો, પરંતુ સાગરને મારપીટ દરમિયાન ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ બનેલી આ ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સુશીલકુમાર બે વાર ઑલિમ્પિકમાં મેડલ હાંસલ કરી ચૂક્યો છે.

Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Exit mobile version