Site icon

તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર,

કોરોના મનુષ્યની સાથે જંગલી પ્રાણીઓને પણ હવે પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. તામિલનાડુના એક  પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહણનું કોરોનાથી મૃત્યુ થયું છે. એટલું જ નહીં, આ પ્રાણીસંગ્રહાલયમાં બીજા નવ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તામિલનાડુના એરીગર અન્ના ઝૂમાં નીલા નામની સિંહણનું મૃત્યુ કોરોનાથી થયું છે.

આ સિંહણમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં નહોતાં. નીલાના અવસાન પછી ઝૂમાંથી 11 સિંહોનું પરીક્ષણ કરાયું હતું અને એમાંથી નવનો કોરોના રિપૉર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને નિયંત્રણમાં લાવવા તમામ પ્રાણીસંગ્રહાલય બંધ કરી દેવામાં આવ્યાં છે. આ પ્રાણીસંગ્રહાલય શહેરથી 35 કિમી દૂર છે. તમામ સિંહોની સારવાર ચાલી રહી છે અને તમામ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે. આ અગાઉ હૈદરાબાદના નેહરુ ઝૂ ખાતે આઠ સિંહોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

નાગિન સિરિયલના પ્રખ્યાત અભિનેતા પર્લ પુરીની ધરપકડ; લાગ્યો યુવતી પર બળાત્કારનો આરોપ

ઉલ્લેખનીય છે કે ગૌરી અને જેનિફર, બે સિંહ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના સફારી પાર્કમાં કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે અમેરિકાના એક પ્રાણીસંગ્રહાલયમાં ચાર વાઘ અને ત્રણ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Exit mobile version