Site icon

આ દેશમાં બન્યો એક અનોખો કિસ્સો; એક પાન્ડા પ્રેગ્નન્ટ થતાં શૅરબજાર જબરદસ્ત ઊછળ્યું, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

જાપાનની રાજધાની ટોકિયોમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક ઝૂમાં પાન્ડા ગર્ભવતી હોવાના અહેવાલ મીડિયામાં છાપતાં ત્યાના શૅરબજારમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ પાન્ડાનું નામ શિન શિન ઝો છે, જે જાપાનના યુએનો ઝૂમાં રહે છે. મીડિયા રિપૉર્ટ અનુસાર, આ પાન્ડામાં ઘણાં એવાં લક્ષણો જોવા મળ્યાં છે, જેનાથી ખબર પડે છે કે એ ગર્ભવતી છે. જોકે, હજી ઝૂના પ્રશાસને આ વિશે સ્પષ્ટતા કરી નથી.

હકીકતે પાન્ડા પ્રેગ્નન્ટ હોવાના સમાચારથી એ વિસ્તારની રેસ્ટોરાંના શૅરમાં ઉછાળો જોવા મળ્યો છે. આ ઝૂમાં આવતા લોકો માટે આ માદા પાન્ડા(Panda)આકર્ષણનું કેન્દ્ર બની છે. એને ધ્યાનમાં રાખીને રોકાણકારોને આશા છે કે ઝૂમાં પર્યટકોની સંખ્યામાં વધારો થશે. આ સમાચારને ધ્યાનમાં રાખતાં ઝૂની આસપાસ જેટલી પણ રેસ્ટોરાં છે, ત્યાં સારી એવી તેજી જોવા મળી છે અને ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો છે.

મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને ફ્રૉડ કર્યા બદલ આફ્રિકામાં જેલ થઈ; પણ કેમ? જાણો અહીં

ઉલ્લેખનીય છે કે આ સમાચાર ફરતાં થતાં જ રોકાણકારોએ રેસ્ટોરાંમાં રોકાણ વધાર્યું હતું. જાપાનની શિયોકેન નામની રેસ્ટોરાંના શૅરમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો, તો ટોટેનકો નામની રેસ્ટોરાંના શૅરમાં પણ લગભગ 29 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. બંને રેસ્ટોરાંના શૅરમાં ઉછાળાનું કારણ પાન્ડાની પ્રેગનન્સી જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઝૂ કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી બંધ હતુ અને 4 જૂનથી જ ખૂલ્યું છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version