News Continuous Bureau | Mumbai
વિશ્વની સૌથી લાંબુ આયુષ્ય જીવનાર વ્યક્તિએ(oldest person) આજે દુનિયાને અલવિદા કહી દીધું છે.
કેન તનાકાનું(ken tanaka) સોમવાર 25મી એપ્રિલ, 2022ના રોજ નિધન થયું છે.
તેમણે 119 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
તનાકાની તબિયત પ્રમાણમાં સારી હતી અને તે નર્સિંગ હોમમાં રહેતા હતા, જ્યાં તેમણે બોર્ડ ગેમ્સનો આનંદ માણ્યો હતો, ગણિતના કોડયા ઉકેલ્ય હતા, સોડા અને ચોકલેટનો આનંદ પણ માણ્યો હતો.
કેન તનાકાનો જન્મ 2 જાન્યુઆરી, 1903ના રોજ જાપાનના દક્ષિણપશ્ચિમ ફુકુઓકા પ્રદેશમાં થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે(Guinness World Records) તેમને 2019માં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે માન્યતા આપી હતી
આ સમાચાર પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર! એક શેરની કિંમતમાં તો કેટલાંય વીઘાના ખેતરો આવી જાય!