Site icon

આ વ્યક્તિને ડોરબેલમાં કેમેરો રાખવો પડ્યો ભારે, હવે પાડોશીને ચૂકવવું પડશે આટલા કરોડનું વળતર; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021 
ગુરુવાર

ઘરમાં ચોરો અને અજાણ્યા લોકોથી બચવા માટે દરેક વ્યક્તિ તેની સુરક્ષાના સ્તરની વ્યવસ્થા કરે છે. કેટલાક આ માટે સીસીટીવી કેમેરા લગાવે છે, તો કોઈ કેમેરા સાથે ડોરબેલ લગાવે છે.
 એક બ્રિટિશ ડોક્ટરે ચોરોથી બચવા માટે દરવાજા પર કેમેરા વાળી ડોરબેલ લગાવી હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે તેને તેના બદલે 1 કરોડનું વળતર ચૂકવવું પડશે.

એક મીડિયાના અહેવાલ મુજબ, વુડાર્ડે આ ડોરબેલ લગાવી હતી કારણકે, તેની કાર થોડા મહિના પહેલા ચોરાઇ ગઈ હતી.  ડોરબેલ લગાવવામાં આવ્યા બાદ, તેના પડોશી ડોક્ટર મેરી ફેરહર્સ્ટે ફરિયાદ કરી હતી કે કેમેરાના કારણે તે સતત દેખરેખ હેઠળ હતી, જે તેની ગોપનીયતાનું ઉલ્લંઘન હતું. આ મામલે કોર્ટમાં સુનાવણી બાદ ચુકાદો તેમની તરફેણમાં સંભળાવવામાં આવ્યો હતો.

દશેરા દિવાળી સુધરી ગયા, તેલ સસ્તું થશે; સરકારે ભર્યું આ પગલું.

2019 માં ડોક્ટર જ્હોનની કાર ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. આ પછી, ઓડિયો વિઝ્યુઅલ ટેકનિશિયન જ્હોને તેના ઘરની બહાર ચાર ઉપકરણો સ્થાપિત કર્યા, જેમાં કેમેરાની સાથે માઇક્રોફોન પણ હતો. આવી સ્થિતિમાં, તેના પાડોશીએ કહ્યું કે, આ ઉપકરણ તેના ઘરની સામે હોવાને કારણે, તેની ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે અને તેને લાગે છે કે તે 24 કલાક દેખરેખ હેઠળ છે. કોર્ટે પાડોશીની આ ફરિયાદને પણ ગંભીરતાથી લીધી.

જ્હોનના પાડોશી ડો.ફેયરહર્સ્ટની ગોપનીયતાનો ભંગ કરવાના કિસ્સામાં, કોર્ટે પણ માન્યતા આપી હતી કે તેમનો મુદ્દો વાજબી હતો. ઓક્સફર્ડ કાઉન્ટી કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે આ સમગ્ર કેસમાં વુડાર્ડ સામે ડેટા કાયદો તોડવા બદલ કેસ કરવામાં આવે છે. તેણે ઘરના દરવાજા પર સ્માર્ટ રિંગ ડોરબેલ લગાવીને પડોશીની ગોપનીયતાનો ભંગ કર્યો હતો. આવી સ્થિતિમાં, તેને પાડોશીને નુકસાન તરીકે  £100k એટલે કે ભારતીય ચલણમાં રૂ. 1 કરોડથી વધુ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય પછી, ડોક્ટર જ્હોન પોતે આઘાતમાં છે, કારણકે તેને તેની અપેક્ષા જ નહોતી.

શું તમને ખબર છે વિશ્વમાં પત્નીઓ પતિ કરતા ઓછું કેમ કમાય છે? રિપોર્ટમાં થયો ખુલાસો; જાણો વિગતે

Exit mobile version