Site icon News Continuous Bureau | Mumbai

એક જ અઠવાડિયામાં બીજી વખત ટ્વિટર ડાઉન, યુઝર્સ હેરાન પરેશાન; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર, 

એક સપ્તાહમાં બીજી વખત ટ્વિટર ડાઉન થયું હતું. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર ગુરુવારે રાતના ડાઉન થઈ જતા લાખો યુઝર્સે તેની ફરિયાદ કરી હતી. યુઝર્સને તેમના ટ્વિટર એકાઉન્ટ્સ પર અપડેટ્સ દેખાયા નહોતા. 

રિપોર્ટ અનુસાર કેટલાક યુઝર્સના ટ્વિટરને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. યુઝર્સને પોતાની ટ્વીટ જોવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મોનિટરિંગ સાઇટ DownDetector.com અનુસાર, ટ્વિટર યુઝર્સે કહ્યું કે ગુરુવારે રાત્રે ટ્વિટરમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી. જે 10.51 પછી વધવા લાગ્યો હતો. ટ્વિટર આ અગાઉ 11મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ ડાઉન હતું. તે સમયે, કંપનીએ કહ્યું હતું કે, અમે એક ભૂલ સુધારી છે. જેના કારણે ટાઈમલાઈન અપલોડ કરવામાં મુશ્કેલી પડી હતી.

તે સમયે ભારતના ઘણા શહેરોમાં યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેમાં મુંબઈ, દિલ્હી, જયપુર, હૈદરાબાદ અને ચેન્નાઈ સહિતના અન્ય શહેરોનો સમાવેશ થાય છે. તે સમયે યુઝર્સે ફરિયાદ કરી હતી કે ટ્વીટ દેખાતી નથી. ટ્વીટ્સના જવાબો લોડ કરવામાં પણ સમસ્યાઓ હતી. 

ગુરુવારના મોડી રાતના ક્રેશનું કારણ શું હતું તે મોડે સુધી સ્પષ્ટ થયું નથી. ટ્વિટર ડાઉન થવાની સાથે જ ભારતમાં મોટી સંખ્યામાં યુઝર્સ  તપાસ કરતા હતા કે ટ્વિટર એકાઉન્ટ શરૂ થયું છે કે નહીં. ભારતમાં ટ્વિટર યુઝર્સની મોટી સંખ્યાને કારણે ભારતમાં ટ્વિટર યુઝર્સને ટ્વિટર જામમાં મોટી અસર પડી છે. 

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version