Site icon

પ્રવાસીઓની ભીડથી તોબા: સેન્ટ્રલ રેલવેએ આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટનું ભાડું 50 રૂપિયા કરી નાખ્યું.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ભીડમાં રેલવે પ્લેટફોર્મ(railway platform) પર પ્રવાસીઓ સહિત તેમના સબંધીઓને કારણે ભીડ વધી રહી છે. એટલું જ નહીં પણ પ્લેટફોર્મ પર રહેલી ભીડ(plateform ticket fare)ને કારણે લોકો પોતાની મેલ એક્સપ્રેસ(mail express) પકડી શકતા નથી. તેથી રેલવે સ્ટેશન પર વધતા ઘસારાને નિયંત્રણમાં લાવવા તથા મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં વધતા ચેન પુલિંગ(chain pulling)ને રોકવા માટે આજથી પંદર દિવસ માટે મહત્વના ટર્મિનસ પર પ્લેટફોર્મ ટિકિટના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

રેલવેના દાવા મુજબ લોકલ ટ્રેનની ટ્રેનોમાં ચેન પુલિંગ કરવામાં આવે તો મોટરમેન અને ગાર્ડ તેને મેનેજ કરી શકે છે. પરંતુ બહારગામની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ચેન પુલિંગના કેસમાં બ્રેક રિલીઝ કરવી પડી છે. હાલ ઉનાળાનું વેકેશન હોઈ પ્લેટફોર્મ પર બહારગામ જનારાઓની પુષ્કળ ગર્દી થઈ રહી છે. એવામાં લોકો સમયસર ટ્રેન પકડી જતા નથી. તેથી ટ્રેનમાં ચેન પુલિંગના કેસ વધી ગયા છે. તેને કારણે ટ્રેનના શેડ્યુલને અસર થતી હોય છે.

આ સમાચાર પણ વાંચો : 

વેસ્ટર્ન રેલવે ખોરવાઈ: આ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર તૂટી ગયો.. જાણો વિગતે.

ચેન પુલિંગને કારણે સમગ્ર ડિવિઝનની  ટ્રેનોના શેડ્યૂલને અસર થાય છે. તેથી પ્લેટફોર્મ પરની ભીડ ઘટાડવા માટે ખાસ કરીને સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશન પરનું ભાડું 10 રૂપિયાને બદલે 50 રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. આ ભાડું 23 મે સુધી રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે પહેલી એપ્રિલથી 30 એપ્રિલ સુધીના એક મહિનામાં મુંબઈ ડિવિઝનમાં ચેન પુલિંગના 332 કેસ નોંધાયા હતા. જેમાંથી ફક્ત 53 યોગ્ય કારણથી થયા હતા. બાકીના કેસ નકામા હતા. રેલવેએ આ કારણે વગર ચેન ખેંચનારા પાસેથી નિયમ મુજબ 94,000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version