Site icon

ટાઇમ્સ હાયર એજ્યુકેશનઃ એશિયા યુનિવર્સિટી રેંકિંગ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં KIIT નું મહત્ત્વ યથાવત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

ભુવનેશ્વર , ૧૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

KIIT યુનિવર્સિટીએ ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2021માં આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્લ્ડ એશિયા યુનિવર્સિટી રેંકિંગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખનીય પ્રદર્શન સાથે એશિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝની યાદીમાં 251+  શ્રેણીમાં KIIT દેશની સર્વશ્રેષ્ઠ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઝમાં 30મુ સ્થાન મેળવ્યું છે.

આ રીતે, જનરલ એન્જિનિયરીંગની ઓવરઓલ શ્રેણીમાં દેશની પૂર્વાંચલમાં શ્રેષ્ઠ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઝમાં KIIT 15મા ક્રમે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શિક્ષણ, સંશોધન, જ્ઞાનનું આદાન-પ્રદાન, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ વગેરે જુદાજુદા ધોરણો પર યુનિવર્સિટીઝનું રેંકિંગ કરવામાં આવ્યું હતું. KIITના વ્યાપક કાર્યક્રમો સહિત 200થી વધુ અભ્યાસક્રમો છે. આ તમામ પર વિચાર કરીને દેશભરની તમામ યુનિવર્સિટીઝમાં KIITએ સારું પ્રદર્શન કર્યું છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા છેલ્લા 50 વર્ષમાં એશિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝને આ પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે.

બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત.

ઉલ્લેખનીય છે કે, KIIT 24 વર્ષ જુની સંસ્થા છે, પરંતુ ફક્ત 17 વર્ષમાં જ એક યુનિવર્સિટી તરીકે KIIT એ ઉપરોક્ત તમામ ધોરણોને પૂર્ણ કરીને  251થી વધુ રેંક, દેશમાં 30મુ અને જનરલ એન્જિનિયરીંગની ઓવરઓલ શ્રેણીમાં 15મા સ્થાન પર રહીને ઓડિશાનું ગૌરવ વધાર્યું છે.

ટાઇમ્સ હાયર એજ્યુકેશન તરફથી આ વર્ષની એશિયા યુનિવર્સિટી રેંકિંગ એક વિશ્વ સ્તરીય પ્રદર્શન યાદી તૈયાર કરવામાં આવી છે. અગાઉ પણ આંતરરાષ્ટ્રીય રેંકિંગમાં સતત દર વર્ષે KIITનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. આ સફળતા માટે KIITના સંસ્થાપકે પણ શિક્ષકગણ, અધ્યાપકગણ, કર્મચારીઓને તેમની દીર્ઘદૃષ્ટિ અને પ્રયત્નો માટે આભાર અને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, IIT અને NIT જેવી પ્રતિષ્ઠિત સરકારી યુનિવર્સિટીઝ અને ખાનગી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝની જેમ KIIT એ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું છે, જે તેની સફળતા છે.

બિહારમાં થયેલા રહસ્યમય વિસ્ફોટની તપાસ NIAને સોંપાઈ, જાણો વિગત

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version