News Continuous Bureau | Mumbai
આજના સમયમાં માત્ર વૃદ્ધ જ નહીં પરંતુ 25 થી 30 વર્ષના યુવાનો પણ સફેદ વાળની(grey hair) સમસ્યાથી પરેશાન છે. જેના કારણે તેમને ક્યારેક ઓછા આત્મવિશ્વાસ અને શરમનો સામનો કરવો પડે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ માટે તમે ઘરે બેઠા કેટલાક સરળ ઉપાયો કરી શકો છો. એટલા માટે આજે અમે તમને દાદી-નાની ના જમાનાના એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી વાળના અકાળે સફેદ થતા અટકાવી શકાય છે. આવો જાણીએ વાળ અકાળે સફેદ થવાના કારણો અને તેમને કુદરતી રીતે કાળા કરવાની રીતો.
1 મીઠો લીમડો
એક બ્યુટી એક્સપર્ટ કહે છે, “મીઠા લીમડા(curry leaves) નો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ તેને વાળ માટે પણ થાય છે. તેના પાનને પીસીને વાળના તેલમાં સારી રીતે મિક્સ કરીને માથામાં લગાવો, આમ કરવાથી થોડા દિવસોમાં સફેદ વાળમાં કાળાશ આવવા લાગશે.
2 નીલગિરી તેલ
દહીં અને ટામેટાને મિક્સર ગ્રાઇન્ડરમાં એકસાથે પીસી લો. જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેમાં નીલગિરીનું (eucalyptus oil)તેલ ઉમેરીને વાળમાં મસાજ કરો. આ પેસ્ટનો ઉપયોગ ગંદા વાળ પર ન કરવાની ખાસ કાળજી રાખો કારણ કે તેનો ફાયદો ઘણો ઓછો થશે.
3 ડુંગળીનો રસ
તમે ડુંગળીનો ઘણો ઉપયોગ કરતા હશો, તે ખાવાના સ્વાદમાં ઘણો વધારો કરે છે. જો તમે ડુંગળીનો રસ (onion juice)વાળના મૂળમાં લગાવશો તો સફેદ વાળ ફરી કાળા થશે એટલું જ નહીં વાળ ખરવાથી પણ છુટકારો મળશે.
